Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ પોલીસકર્મી ઘાયલઃ ૬૦ની અટકાયતઃ ૨૫થી વધુ વાહનો સળગાવાયાઃ પથ્થરમારોઃ ટિયરગેસઃ લાઠીચાર્જ
નાગપુર તા. ૧૮: ઔરંગઝેબની કબરનો વિવાદ વકરતા નાગપુર સળગી ઉઠયું છે અને હિંસા પછી ૧૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે. ૬૦ તોફાનીઓની અટકાયત કરાઈ છે. ૩૦ જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ૨૫થી વધુ બાઈક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી.
નાગપુરમાં ઔરંગઝેબની કબરના વિવાદે ગઈકાલે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ પછી હિંસા ફાટી નીકળી હતી. મહલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણાં વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતા અહેવાલો મુજબ નાગપુરના મહલમાં સૌપ્રથમ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતા. આમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ૨૫ થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી. અત્યાર સુધીમાં ૬૦ થી ૬૫ તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે ૨૫ થી ૩૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારી પર કુહાડીથી હુમલો કરાયો હોવાના અહેવાલો છે.
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબના મકબરા પરના વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદએ આ તોડી પાડવાની માંગ કરી હતી. ગઈકાલે સવારે નાગપુરમાં પણ બંને જૂથોએ પ્રદર્શન કર્યું, જેના થોડા કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી.
તે પછી ગઈકાલે સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે મહલ વિસ્તારમાં ચિટનીસ પાર્ક પાસે પહેલી વાર હિંસા ફાટી નીકળી હતી.
તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે જણાવ્યું કે આ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં બદમાશોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી. કેટલાક લોકોના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
આ પછી, રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે જૂના ભંડારા રોડ નજીક હંસપુરી વિસ્તારમાં બીજી અથડામણ થઈ. ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. નાગપુર પોલીસનું કહેવું છે કે અથડામણ અફવાઓને કારણે થઈ હતી. નાગપુર પોલીસના ડીસીપી (ટ્રાફિક) અર્ચિત ચાંડકે જણાવ્યું હતું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી પરંતુ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
પથ્થરમારો થયો, તેથી અમે બળપ્રયોગ કર્યો અને ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો. ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહૃાા છે. નાગપુર પોલીસ કમિશનર ડો. રવિન્દર સિંઘલે ખાતરી આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. દરમિયાન, નાગપુર પોલીસ કમિશનર ડો. રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે કહયું કે હિંસા રાત્રે ૮ થી ૮:૩૦ વાગ્યાની વચ્ચે થઈ હતી, જેમાં વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા અને પથ્થરમારા જેવા બનાવો બન્યા હતા. હિંસા ફાટી નીકળ્યા બાદ નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. આ કર્ફ્યુ કોટવાલી, ગણેશપેઠ, તહેસીલ, લાકડાગંજ, પચપૌલી, શાંતિનગર, શક્કરદરા, નંદનવન, ઇમામવાડા, યશોધરાનગર અને કપિલનગરમાં લાદવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશ મુજબ, કર્ફ્યુ દરમિયાન કોઈપણ વ્યક્તિને કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ઘરની અંદર પણ પાંચથી વધુ લોકો ભેગા થશે નહીં.
જોકે, તબીબી અથવા કટોકટીની સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકે છે. આ ઉપરાંત, ફરજ પરના પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ, પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો પર કર્ફ્યુ લાગુ થશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહૃાો છે. હિન્દુ સંગઠનો કબરને હટાવવાની માંગ કરી રહૃાા છે. એવામાં ગઈકાલે બજરંગ દળ દ્વારા ઔરંગઝેબનું પૂતળું સળગાવાયું. જોકે બાદ ધર્મગ્રંથ સળગાવવાની અફવા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં અનેક પોલીસ જવાનો ઘાયલ પણ થયા છે. સોમવારે સાંજે ગણેશપેઠ વિસ્તારમાં પવિત્ર ગ્રંથ સળગાવવાના આરોપ સાથે એક ફરિયાદ પણ નોંધાવાઈ. જે બાદ વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ભીડ એકત્ર થવા લાગી અને હિંસાની શરૂઆત થઈ હતી. જે ભયાનક તોફાનોમાં પરિણામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial