Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરોડો માનવ કલાકો અને નાણાનો વેડફાટઃ મોટું આર્થિક નુકસાનઃ
જામનગર તા.૧૮ : ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં લોકોને વિવિધ દસ્તાવેજી પુરાવામાં સરકારી કચેરીઓમાં સુધારા-વધારાની કાર્યવાહીમાં કરોડો માનવ કલાકો તેમજ નાણાનો વ્યય થઈરહ્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત લોક વિચારમંચના અધ્યક્ષ સદેવંત મકવાણાએ ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
દેશમાં વસતા લોકોને સરકારી કાયદા-કાનૂન, નીતિ નિયમો અને જરૂરિયાતને ધ્યાને લેતા અનેક પ્રકારના દસ્તાવેજી પુરાવા રાખવા પડતા હોય છે.
વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ તેની આગવી ઓળખ, જરૂરિયાત દર્શાવે છે માટે મોટાભાગના દસ્તાવેજી પુરાવાઓ સાથે દેશના મોટાભાગના લોકો સીધી રીતે સંકળાયેલા જોવા મળે છે. જો તેનું લીસ્ટ કરીએ તો તે ખુબ લાંબુ બને એમ છે માટે લીસ્ટને બાજુએ મૂકી મુખ્ય રજૂઆત પર આવીએ.
છેલ્લા થોડા સમયથી પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે લીંક માટેની પ્રક્રિયા ચાલુ છે. જે આવનારા ભવિષ્ય માટે ખૂબ સારી બાબત છે પરંતુ છેલ્લી તારીખ જાહેર કર્યા બાદ વિવિધ કારણોસર સમય મર્યાદામાં વધારા કરવા પડે છે. ત્યારે ખૂબજ દુખ સાથે કહેવું પડે છે કે, ડીજીટલ ભારતમાં જ્યારે આધારકાર્ડમાં રહેલી ક્ષતિઓને આટલા વર્ષાે પછી પણ દૂર કરી શકાય નથી ત્યારે તે સિવાયના અનેક મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓમાં સુધારા વધારા કરવામાં કેટલો સમય લાગી જાય તે વિચાર માંગી લેતો જટિલ પ્રશ્ન છે.
બીજી દુખની વાત એ છે કે એક એક કામમાં કરોડો માનવ કલાકોની સાથે દેશના નાગરિકોના કરોડો રૂપિયાનંુ આંધણ થાય છે તેમ છતાં લોકોને વેઠવી પડતી હાલાકીમાં કોઈ ઘટાડો થતો જણાય આવતો નથી. જેમ કે ખેતીના ડીજીટલ સર્વે પાછળ કરવામાં આવેલો કરોડોનો ખર્ચ છતાં ધાર્યું પરિણામ આવેલ નથી. તેથી ખેડૂતો રિસર્વેની માંગ કરે છે અને પરેશાની ભોગવે છે.
ત્યારે વિવિધ કામગીરીના લીધે હેરાન થતા વિશાળ જન સમુદાય વતી અમોની માંગ છે કે સરકાર તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓમાં જરૂરી સુધારા, વધારા અને એકમેક સાથેની લીન્કીંગની કામગીરી એક સ્થળે, એકી સાથે, એક સમયે થઈ જાય તેવું આયોજન કરે. તમામ કામગીરી માટેના ચાર્જ નક્કી કરવામાં આવે. જેથી તમામ પ્રકારની કામગીરી જલ્દીથી અને ક્ષતિ રહિત રીતે પૂર્ણ થઈ શકે. આવું કરવાથી કરોડો માનવ કલાકોની બચત થશે, કામગીરી પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાની બચત થશે. ઉલ્ટાનું સરકારને કરોડોની આવક થશે અને લોકોની તમામ કામગીરી એક સ્થળે, એક સાથે, એક સમયે થઈ જતા લોકોને હાલ વેઠવી પડતી હાલાકીમાં ખુબ મોટી રાહત મળશે. સાથે જ હવેથી તમામ ડોક્યુમેન્ટ નામ, પિતાનું નામ અને અટક એ રીતે જ ઉપલબ્ધ બને તે માટે પણ તમામ સોફ્ટવેરમાં જરૂરી સુધારાઓ કરવા પણ આદેશ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં સુધારા, વધારાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને સરકાર પાસે તમામના ડેટા એક જ ફોર્મેટમાં હોય અને કામગીરીમા સરળતા રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial