Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકા દ્વારા નજીવો કરવેરો વધારાતા 'આમદાની અઠન્ની ઔર ખર્ચ રૂપૈયા!'

વેરા વધારવાનું ઘોડુ દોડતા જ હાફી ગયું?

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા નગરપાલિકાનું કરવેરા વધારાનું ઘોડું દોડવા ઉપડ્યું પણ હાફી ગયું હોય તેમ નજીવો વધારો કરવેરામાં સૂચવાયો છે.

ખંભાળિયા નગર પાલિકામાં આર્થિક સ્થિતિ હંમેશાં તળિયા ઝાટક કેટલાક સમયથી રહે છે. તેના અનેક કારણોમાં એક કારણ વીસ વર્ષથી નવા કરવેરા નહીં કે ભાવ વધારો નહીંનો મુદ્દો મોટો છે.

અગાઉ અનેક વખત કાચા એજન્ડામાં કરવેરા વધારામાં ભાવ વધારો દર વધારો સૂચવાયો હતો પણ તે કાચા એન્જડાની બેઠકમાં જ 'જાગૃત' નગરસેવકો દ્વારા વિરોધ કરીને ઊડાડી દેવાતા સ્થિતિ એ થઈ છે કે આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ થાય છે. વર્ષે પંદરેક લાખની સફાઈ આવક સામે દોઢ-બે કરોડનો ખર્ચ થાય. વર્ષે પાણી પુરવઠાનો ખર્ચ એકાદ કરોડની સામે પચાસ લાખ પણ આવક નહીં.

લાખોની મિલકતો જમીનો, દુકાનો કરોડોની મિલકતના હજારો ૫ણ ભાડા નહીં જેથી લાખના બાર હજારના વહીવટથી આર્થિક સ્થિતિ નબળી પડતા વીસ વર્ષથી ભાવ વધારો-કરવધારો ના થતા આ વખતે કરવેરો વધારવા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા તથા ભાજપ શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતાએ નક્કી કરતા કરવેરાનું ઘોડું દોડ્યું પણ વિરોધ થતા હાંફી ગયું. થોડો વેરો જ વધારી શક્યા છે.

ઈન્ડસ્ટ્રીયલ નળ કનેક્શનો કે જેઓ ઉદ્યોગ દ્વારા આવક કરતા હોય, તેમના નળ જોડાણના રૂ. રરપ૦ વર્ષે હતાં તે રપ૦ રપ૦૦ થયા. વર્ષે રપ૦ નો વધારો થયો. એક દિવસ પાંચ હજાર લીટરનું ટેન્કર ૮૦૦ રૂપિયામાં આવે અને વર્ષે રપ૦ રૂપિયા વધારો કોમર્શિયલ નળ જોડાણના રૂ. ૧૦૦૦ ના ૧૩૦૦, રેગ્યુલરનળ જોડાણના વાર્ષિક ૬૦૦ ના વાર્ષિક નવસો થયા જે રોજના ૮ રૂ. પણ નહીં.

એ જ રીતે જમીન ભાડા મહિનાના ફૂટના ૧/ર રૂપિયા હતાં તે મહિને પાંચ કરાયા છે. ખંભાળિયામાં જમીનો પર કિંમતી જગ્યાના ભાવ ફૂટના હજારો છે ત્યાં ભાડુ પ રૂપિયા ફૂટ ૧૦૦ ફૂટના પ૦૦ માસિક. એ જ રીતે વર્ષો જુની દુકાનો જેની બજાર કિંમત ર૦/ર૦ લાખ ગણાય કે ક્યાંક મેઈન બજારમાં કરોડ ગણાય તેના ભાડા ૩૦૦ ના ૬૦૦ થયા છે. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં કરવેરાનો દર જિલ્લાનું વડુ મથક હોવા છતાં જિલ્લાની તમામ ન.પા.માં ઓછો છે. 'ક' વર્ગની પછાત સલાયા ન.પા.નો દર પણ વધુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh