Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૧ માર્ચ પહેલા બાકીવેરો ચૂકવનારને વ્યાજ-દંડ માફઃ
જામનગર તા. ૧૮: રાજ્ય કર વિભાગ, જામનગર દ્વારા તમામ કરદાતાઓ માટે જીએસટી એમનેસ્ટી સ્કીમ હેઠળ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સીજીએસટી અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૨૮એ હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં ફકત વેરો ભરવાથી વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવશે. જેથી વેપારીઓના જૂના કેસોનો નિકાલ આવશે અને ભવિષ્યમાં સુઘડ અને વ્યવસ્થિત બનાવવા માટે મદદરૂપ થશે.
વ્યાજ અને દંડ માફીઃવર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળનાં આદેશ પસાર થયેલ હોય તેમજ ફક્ત નોટીસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં વેરાની ચુકવણી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળશે.ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) બાબત રાહતઃ નવેમ્બર ૨૦૨૧ સુધીના કલમ ૧૬(૪) હેઠળ ઉપસ્થિત થયેલ હોય તેવા માંગણાં માટે જીએસટી પોર્ટલ પર ઓનલાઇન આદેશનાં સુધારા માટે અરજી કરવાથી વેરાશાખામાં લાભ મળી શકશે.મોડા જીએસટીઆર-૯સી ફાઇલિંગ માટેની લેટે ફી માફઃ વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના જીએસટીઆર-૯સી રિટર્ન જો ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ફાઇલ કરાશે તો લેટે ફી માં રાહત આપવામાં આવશે.
જે કરદાતાઓએ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળ આદેશ પસાર થયેલ હોય અને લેણાં ભરવાનાં બાકીમાં હોય તે કરદાતા લાભ લઇ શકશે.જે કરદાતાઓએ કલમ ૭૩ હેઠળ નોટીશ મેળવેલ હોય પરંતુ આદેશ પસાર ન થયેલ હોય તે પણ લાભ મેળવી શકશે. જે કરદાતાએ અપીલ ફાઇલ કરેલ હોય તેમને અપીલ પાછી ખેચવાની શરતે લાભ મેળવી શકશે.કલમ ૧૬(૪) હેઠળની વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ સુધીની વેરાશાખ હવે ૩૦-૧૧-૨૦૨૧ સુધીમાં લીધેલ હશે તો વેરાશાખ મળી શકશે. જેમણે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના જીએસટીઆર-૯સી રિટર્ન મોડથી ફાઇલ કરેલ છે તેવા કરદાતાઓને લેટ ફીમાં માફી મળી શકશે.
કરદાતાની બાકી જવાબદારીઓની સમીક્ષા કરી અને કુલ બાકી બાબતે જીએસટી પોર્ટલ ુુુ. ખ્તજં.ર્ખ્તદૃ.ૈહ પર લોગિન કરી અને બાકી લેણાંની રકમ ચકાસો. જો કોઈ બાકી લેણાંની નોટીસ મળી હોય, તો તેની વિગતો ચકાસી લો. કરદાતાઓ તેઓનાં ટેક્ષ કંન્સલટન્ટ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક કરી બાકી લેણાં વિશે વધુ વિગતો મેળવી શકશે.
જે કરદાતાઓને નોટીસ મળેલ છે અને આદેશ પસાર થયેલ નથી તેવા કરદાતાઓને એસપીએલ૦૧ માં અને જે કરદાતાઓનો આદેશ પસાર થયેલ છે તેવા કરદાતાઓને એસપીએલ૦૨ માં તાઃ ૩૧-૦૩-૨૦૨૫ સુધીમાં વેરાની ચુકવણી કરી અને તાઃ ૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં જીએસટી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા બાકી રહેલી ટેક્સ રકમ ભરવી જરૂરી છે. જો તમારું એસસીએન કલમ ૭૩ હેઠળ છે, તો વ્યાજ અને દંડની માફ મળશે. એમનેસ્ટી સ્કીમમાં અરજી કરવા માટે વેરાનું ચુકવણૂં કર્યાની વિગતો અને આદેશની વિગતો સાથે જો અપીલ કરેલ હોય તો તે પાછી ખેચેલ છે તેની પહોંચ સાથે રાખવાની રહેશે. આઈટીસી બાબતમાં રાહત મેળવવા માટે નવેમ્બર ૨૦૨૧ સુધીના તમામ સંબંધિત દસ્તાવેજો મેળવી સમય મર્યાદામાં ઓનલાઇન સુધારા આદેશ માટે અરજી કરવાની રહેશે.
જો કોઈ કેસમાં કરદાતાએ અપીલ કરેલ હોય અને તે અપીલ કક્ષાએ પેન્ડિંગ હોય તો તેને પાછી ખેંચી અને એમનેસ્ટી સ્કીમ માટે અરજી કરવાની રહેશે.
તાઃ ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા સમગ્ર ભરવાપાત્ર વેરાનું ઓનલાઇન જીએસટી પોર્ટલ પર પેમેન્ટ કરવું જરૂૂરી છે. તાઃ ૩૦ જૂન ૨૦૨૫ પહેલા અરજી (એસપીએલ-૦૨) સબમિટ કરવાની રહેશે. ભવિષ્યમાં વેરાકીય જવાબદારી સામે મિલકત ઉપર કાયદાકીય પગલાની આડઅસરો ટાળવા માટે રેગ્યુલર રિટર્ન્સ ફાઇલિંગ ચાલુ રાખો અને બાકી લેણાંની જવાબદારી એમનેસ્ટી સ્કીમ હેઠળ ચુકવણી કરી અને વસુલાતનાં આકરા પગલામાંથી મુક્તિ મેળવો.
રાજ્ય કર વિભાગે તમામ વેપારીઓ અને કરદાતાઓને આ તકનો લાભ લેવા અને તેમના બાકી પેમેન્ટ્સ ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા ભરવા અનુરોધ કર્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કર સલાહકારોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમના કરદાતાઓને આ યોજના અંગે જાગૃતિ લાવવામાં મદદ કરે.
વેરો ટાળવાનો પ્રયાસ કરનાર સામે પગલાં લેવાશે
જીએસટી કાયદાની બાકી વસુલાત અંન્વયે જે કરદાતાઓનાં લેણાં બાકી છે તેવા કરદાતાઓ અપીલ ફાઇલ નથી કરતા કે એમનેસ્ટી સ્કીમ હેઠળ ભાગ પણ નથી લેતા અને વેરો ટાળવાનો પ્રયત્ન કરે છે તેવા કરદાતાઓ સામે જીએસટી કાયદા હેઠળનાં નિયમો અને જોગવાઇઓને આધિન સરકારી લેણાંની વસુલાત માટે બેંક ટાંચ અને મિલકત ટાંચ જેવા આકરા પગલા લેવામાં આવશે. વધુ માહિતી માટે લોકો પોતાના કાર્યક્ષેત્ર હેઠળની રાજ્ય વેરા કચેરીનો સંપર્ક કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial