Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદી તારીખ પાંચમી ફેબ્રુઆરી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૦ ફેબ્રુ.ના મહાકુંભ જશે

આવતીકાલે મહાકુંભમાં યોગીની કેબિનેટ

નવી દિલ્હી તા. ૨૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશેઃ જયારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૦ ફેબ્રુ.ના મહાકુંભની મુલાકાત લેશે.

મહાકુંભમાં એટીએસ દ્વારા ગંગાના પાણીની ચકાસણી શરૂ કરી દીધી છે. અગાઉ પણ સંગમમાં દરરોજ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે એટીએસ અને ડોકટરોની ટીમને તેમાં સામેલ કરવામાં આવી છે. આજે મહાકુંભનો ૯ મો દિવસ છે. સવારે ૮ વાગ્યા સુધી ૧૬ લાખ લોકોએ સ્નાન કર્યું હતું.

અત્યાર સુધીમાં ૮.૫ કરોડથી વધુ ભકતોએ સ્નાન કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ૧લી ફેબ્રુઆરીએ, પીએમ મોદી ૫મીએ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૦મીએ મહાકુંભમાં આવશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે મહાકુંભમાં આવશે. સંગમમાં પૂજા કર્યા પછી બડે હનુમાનજીના દર્શન કરશે. તેઓ ઈસ્કોન પંડાલના ભંડારામાં સેવા આપશે.

હર્ષા રિછરિયા હવે મહામંડલેશ્વર કૈલાશાનંદ સાથે નહીં પરંતુ નિરંજની અખાડામાં રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે મહાકુંભમાં કેબિનેટની બેઠક યોજશે. આ બેઠકમાં હાજરી આપવા માટે આજે અનેક મંત્રીઓ આવી રહ્યા છે.

મહાકુંભ મેળા, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના સ્નાનના બે મોટા તહેવારો પહેલા રેલવેએ મોટો ફટકો આપ્યો છે. અચાનક ૨૯ લાંબા અંતરની ટ્રેન રદ કરવામાં આવી હોવાના અહેવાલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh