Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરમાંથી મળ્યો દેશી દારૃઃ બે બોટલ સાથે એક ઝબ્બેઃ
જામનગર તા. ૨૯: જામનગરના ઢીંચડા રીંગ રોડ પર એક સોસાયટીમાં મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની સાત બોટલ કબજે કરી છે. મયુર પાર્ક પાસેથી એક શખ્સ મોડીરાત્રે બે બોટલ દારૂ સાથે ઝડપાયો છે. નૂરી ચોકડી નજીકથી એક શખ્સ સ્કૂટરમાં ૧પ લીટર દેશી દારૂ લઈને જતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.
જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલા તિરૂપતિ પાર્કના ઢાળીયા નજીક વિશાલ પાર્કમાં એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે સોહિલ દિનેશભાઈ સંજોટના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની સાત બોટલ મળી આવી હતી. રૂ।.૩૫૦૦ની બોટલ કબજે કરી પોલીસે સોહિલ દિનેશભાઈની ધરપકડ કરી છે.
જામનગરના નૂરી ચોકડી વિસ્તાર પાસે આવેલી દરગાહ નજીકથી ગઈકાલે સાંજે સ્કૂટર પર જઈ રહેલા રાજપાર્ક પાસેના રમણ પાર્કવાળા મુકેશ જેરામભાઈ દાઉદીયા નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના એક્સેસમાંથી ૧૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા સ્કૂટર મળી રૂ।.૫૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે.
જામનગરની મયુર ટાઉનશીપ પાસેથી ગઈરાત્રે બેએક વાગ્યે પસાર થયેલા શેરી નં.૩માં રહેતા જગાભાઈ પાલાભાઈ ઝાપડા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial