Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગી નેેતાઓએ સ્થળ પરથી કરેલો ફોન તંત્રે ઉપાડ્યો જ નહીં!
જામનગર તા. ર૯: જામનગરમાં દરરોજ પાણીની લાઈન લીકેજની ફરિયાદો ઊઠવા પામે છે, પરંતુ જવાબદાર શાખાના અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. આ મુદ્દે આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
શહેરના વોર્ડ નંબર ર માં સોનલનગર વિસ્તારમાં ૧પ દિવસથી પાણીની લાઈન તૂટી છે અને તેમાંથી પાણીનો વ્યાપક જથ્થો વેડફાઈ રહ્યો છે. અહિં કચરાના પણ ઢગલા જોવા મળે છે. એટલે કે સફાઈ બાબતે પણ ધ્યાન આપવામાં આવતું નથી અને પાણી લીકેજ થતા દલ દલ જેવી સ્થિતિ સર્જાય છે.
શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને હનિફ મલેક દ્વારા લાઈન લીકેજ સ્થળે જાત મુલાકાત કરવામાં આવી હતી અને વોટર વર્કસ શાખામાં ફરિયાદ કરવા ફોન કર્યો હતો, પરંતુ ફોન ઉપાડવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. આથી આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વોટર વર્કસ શાખામાં કોઈ જવાબદારો ક્યારેય ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. જ્યારે હવે નવનિયુક્ત કમિશનરે આ બાબતે સંબંધિત અધિકારીને સૂચના આપવાની જરૂર છે.
હાલ તો જામનગરમાંથી એકત્ર કરવામાં આવતો આશરે ૩૫૦ ટન કચરો ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટમાં જ ઠાલવવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે ગાંધીનગરથી આગના પ્રકરણમાં શું પગલાં લેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial