Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ડમ્પીંગ પોઈન્ટની 'આગ'નો અહેવાલ ગાંધીનગર પહોંચ્યો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના કચરાના ઢગલામાં લાગેલી આગ પાંચથી છ દિવસે કાબુમાં આવી હતી. જ્યારે સતત ધુમાડાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગના આ બનાવ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગાંધીનગર સુધી અહેવાલ મોકલ્યો છે. હવે જોવાનું એ છે કે કેવા પગલાં લેવાય છે.

જામનગરના ગુલાબનગર માર્ગે મહાનગરપાલિકાનો ડમ્પીંગ પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

થોડા દિવસ પહેલાં આ ડમ્પીંગ પોઈન્ટના ઢગલામાં આગ લાગી હતી. લગભગ પાંચથી છ દિવસ સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતાં. પરિણામે આજુબાજુના રહેણાક વિસ્તાર-ખેતરોમાં રહેતા લોકોને આંખની બળતરા અને અન્ય પરેશાની પડી હતી. આગને કાબુમાં લેવા લાખો લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ પછી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને સંપૂર્ણ અહેવાલ ઉપરી કચેરીને ગાંધીનગર મોકલ્યો છે.

જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ કચરાની આ સાઈટ બંધ કરવામાં આવી હતી અને કચરા પ્રોસેસનો પ્લાન્ટ કાર્યરત કરી તમામ કચરો ત્યાંજ મોકલવામાં આવ્યો હતો. પરંતુ થોડો સમય ચાલુ રહ્યા પછી એ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાએ તે પ્લાન્ટને સંચાલક કંપનીને નોટીસો પાઠવી હતી પરંતુ પ્લાન્ટ ચાલુ જ કરવામાં આવ્યો જ નહીં જો કે પ્લાન્ટને પુનઃ શરૂ કરવા કમિશનર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh