Advertisement
Author: નોબત સમાચાર

દરેડ-મસીતિયા પાસે સાઈટ પર જવાની બાબતે ધમકીની બે પક્ષે નોંધાવી ફરિયાદ

પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના એક આસામી દરેડ નજીક મસીતિયા પાસે આવેલી એક પેઢીની કન્સ્ટ્રક્શન સાઈટ પર રોપાને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે એક શખ્સે ત્યાં ન આવવાનું કહી ધમકી આપી બોલાચાલી કર્યાની અને સામાપક્ષે પણ ધમકી આપી એલફેલ બોલ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના મયુર બાગ વિસ્તારમાં રહેતા અને જમીન-મકાનની લે-વેચનું કામ કરતા અશોકભાઈ દેવશીભાઈ અકબરી નામના આસામી ગઈ તા.૧૮ની સાંજે જીઆઈડીસી દરેડ ફેસ-૩માં અપના ઈમ્પેક્સ તથા ન્યુ એરા કન્સ્ટ્રક્શનમાં ગયા હતા. જ્યાં તેઓએ ઉછેરેલા રોપામાં પાણી પીવડાવતા હતા ત્યારે મસીતિયા ગામમાં રહેતો અહેમદ ઈકબાલ ખફી આવી ચઢ્યો હતો. આ શખ્સે ન્યુ એરાની સાઈટ પર ન આવવાનું કહી ધમકી આપી હતી. તેની ફરિયાદ કરવા જતાં અહેમદ તેમજ અન્ય ત્રણેક વ્યક્તિએ ધમકી આપી હોવાની ફરિયાદ અશોકભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી છે.

આ ફરિયાદની સામે અહેમદ ઈકબાલ ખફીએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈ તા.૧૮ની સાંજે તેઓ જ્યારે ન્યુ એરાની સાઈટ પર ચોકીદારને પગાર આપવા ગયા ત્યારે અશોક દેવશીભાઈ અકબરીએ અહીં કેમ આવ્યો છો, આ તારી જગ્યા નથી તેમ કહી જતા રહેવાનું જણાવ્યા પછી ધમકી આપી હતી. તે ઉપરાંત અહેમદના મોટાબાપુ વિશે  એલફેલ બોલી અશોકભાઈએ ઉશ્કેરણી કરી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh