Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેગા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર સંપન્ન

ભારતીય સિંધુ સભા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ભારતીય સિંધુ સમાજ દ્વારા આયોજિત 'મેગા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર' ઐતિહાસિક સફળતા સાથે સંપન્ન થયો છે. આ સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં કારકિર્દીના નવા સપનાઓનું સિંચન થયું છે.

"શિક્ષા જ્ઞાન, ઉજ્જવળ ભવિષ્ય" ના ઉમદા ધ્યેય સાથે ભારતીય સિંધુ સભા, જામનગર શાખા દ્વારા સિંધી સમાજના વિદ્યાર્થીઓ માટે ચેમ્બર ઓફ કોમર્સમાં આયોજિત 'મેગા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર' જ્ઞાન અને ઉત્સાહના માહોલમાં ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થયો છે. જામનગરના સિંધી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર કારકિર્દીની નવી ક્ષિતીજો ખોલનાર અને સચોટ માર્ગદર્શન પૂરૃં પાડનાર એક મહત્ત્વપૂર્ણ સોપાન સાબિત થયો છે.

આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સિંધુ સભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ નિખિલભાઈ મેઠિયા અને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ નિખિલભાઈ ખીલવાણીની ઉપસ્થિતિ રહી હતી. નિખિલભાઈ મેઠિયાએ પ્રેરણાદાયી વકતવ્યમાં યુવાનોને આત્મ વિશ્વાસ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું, જ્યારે નિખિલભાઈ ખીલવાણીએ આજના સ્પર્ધાત્મક યુગમાં યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવ્યું હતું.

સેમિનારના મુખ્ય સત્રમાં શિક્ષણ અને કારકિર્દી જગતના નિષ્ણાત પ્રોફેસરો રામ કેવલરામાણી, સાયન્સ ફેકલ્ટીના ભાવેશ નાગપાલ, સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક જયેશ વાઘેલા અને મોનાણી દ્વારા વિદ્યાર્થીઓને ક્યું ક્ષેત્ર પસંદ કરવું, ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેની સચોટ વ્યૂહ રચના અંંગે ભારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિષ્ણાતોએ વન-ઓન-વન પરામર્શ દ્વારા વિદ્યાર્થીઓની મુંઝવણોનું નિરાકરણ લાવી તેમને સાચી દિશા ચીંધી હતી, જેનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ લાભાન્વિત થયા હતા.

આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવામાં ભારતીય સિંધુ સભાની મુખ્ય ટીમના અધ્યક્ષ ઘનશ્યામ ગંગવાણી, મહિલા પાંખના અધ્યક્ષ નિકિતાબેન કેવલરામાણી અને યુવા ટીમના અધ્યક્ષ જગદીશ દુલાણી તથા સમગ્ર ટીમ દ્વારા અથાગ જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જામનગર સિંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી સહિતની સમગ્ર ટીમનો બહુમૂલ્ય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આયોજકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓના વિશાળ પ્રતિસાદને લીધે આ કાર્યક્રમ સમાજ માટે એક દિશાદર્શક બની રહ્યો હતોે.

ભારતીય સિંધુ સભા દ્વારા લેવાયેલું આ પ્રશંસનીય પગલું આવનારા સમયમાં જામનગરના વિદ્યાર્થીઓના ભવિષ્યને ચોક્કસપણે ઉજ્જવળ બનાવશે તેવો દૃઢ વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh