Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોની પાસે હાઉસીંગ બોર્ડના આવાસની એ વીંગમાંથી ઝડપાયો જુગારઃ બાવીસ શખ્સ સામે કાર્યવાહી

ઘોડીપાસાની કલબમાંથી રૂ।.ર લાખનો મુદ્દામાલ કબજેઃ વેરાવળમાંથી છ પત્તાપ્રેમી પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરની સાધના કોલોની વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના નવા આવાસની એ વીંગમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા નાલ ઉઘરાણી જુગાર રમાડતો એક શખ્સ તથા ઘોડીપાસા ફેંકી જુગાર રમતા ર૧ શખ્સ રૂ।.ર લાખથી વધુની મત્તા સાથે ઝડપાઈ ગયા છે. જ્યારે જામજોધપુરના વેરાવળ ગામમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સ પકડાઈ ગયા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની નજીક હાઉસીંગ બોર્ડના નવા આવાસની એ વીંગમાં ગઈરાત્રે એક શખ્સના મકાનમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી રાત્રે બે વાગ્યે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે એ વીંગના રૂમ નં.૮માં દરોડો પાડ્યો હતો.

આ રૂમમાં વસવાટ કરતા અને નાલ ઉઘરાવી ઘોડીપાસાથી જુગાર રમાડતા અનવર વલીમામદ ગોધાવીયા, મહેબુબ સતાર ચુડાસમા, અબ્દુલ વલીમામદ ગોધાવીયા, ઝાકીર હુસેનભાઈ ગોધાવીયા, રફીક યુનુસભાઈ ગોધાવીયા, આરીફ યુનુસ ગોધાવીયા, તૌસીફ ગફાર પીઠડીયા, સતાર અલારખા આંબલીયા, જાવિદ જુસબ આંબલીયા, શકીલ ઈકબાલ આંબલીયા, જાહિદ ઉમર ગોધાવીયા, અવેશ ફારૂક ઓડીયા, અનીશ ઈકબાલ આંબલીયા, સમીર યુસુફ રીંગણીયા, સાજીદ યુનુસ ગોધાવીયા, મોહસીન અલી શેખ, મોઈનુદ્દીન હુસેન આંબલીયા, ઈકબાલ ઉમર ગોધાવીયા, અદનાન રફીક ઓડીયા, મહેબુબ હનીફ ડાકોરા, અલ્તાફ સતાર આંબલીયા, નદીમ વલીમામદ આંબલીયા નામના ર૧ શખ્સ મળી આવ્યા હતા.

ઉપરોક્ત ર૧ શખ્સને અનવર વલીમામદ પોતાના મકાનમાં એકઠા કરી જુગાર રમાડતો હતો. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે. રૂ।.૮૭,૫૦૦ રોકડા, ૨૦ મોબાઈલ મળી કુલ રૂ।.૨ લાખ ૧૧ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં ગઈરાત્રે કેટલાક શખ્સો સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે તીનપત્તી રમતા આમદભાઈ મુસાભાઈ રાવકરડા, રફીક હુસેનભાઈ પટા, ઈકબાલ કાસમભાઈ કોરેજા, ઈકબાલ જુસબભાઈ રાવકરડા, ઈસ્માઈલ કાસમભાઈ રાવકરડા, કાસમ વલીમામદ શેઠા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦,૧૭૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh