Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ-૨૦૨૬:
ચંદીગઢ તા. ર૯: સમગ્ર દેશમાં ક્રિકેટપ્રેમીઓમાં ચાલીસ દિવસથી મર્યાદિત ઓવરોના રોમાંચક મેચોની ભેટ ધરતી ઈન્ડિયન પ્રિમીયર લીગ-ર૦ર૬ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ પડાવ સુધી પહોંચી છે.
આ ટુર્નામેન્ટમાં પ્રથમ ક્વોલીફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ ગુજરાત ટાઈટન્સને પરાજીત કરી ફાઈનલ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
આ મેચની પરાજીત ટીમ ગુજરાત ટાઈટન્સનો ક્વોલીફાયર-ર મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થવાનો છે. આ મેચમાં જે ટીમ વિજેતા થશે તે ટીમ રવિવારે તા. ૩૧-પ-ર૦ર૬ ના દિને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે ફાઈનલમાં ટકરાશે.
રાજસ્થાન રોયલ્સની ટીમના બન્ને નવયુવાન ઓપનીંગ બેટઘર યશસ્વી જયસ્વાલ અને ધુંવાધાર ફટકાબાજી અને ચોગ્ગા-છગ્ગાની હારમાળા સર્જનાર વૈભવ સૂર્યવંશી ફુલ ફોર્મમાં છે. આ બન્ને ખેલાડીઓને પ્રથમ છઃ ઓવરમાં સંયમિત રાખવા અને વ્હેલાસર આઉટ કરવાનું પ્રથમ લક્ષ્ય ગુજરાત ટાઈટન્સના બોલરોનું રહેશે.
સામા પક્ષે ગુજરાત ટાઈટન્સના બેટઘરોમાં બટલર તેના આક્રમક અંદાજ સાથે ફોર્મમાં આપી ગયો હોવાથી ગુજરાત ટાઈટન્સની બેટીંગ લાઈન પણ મોટો જુમલો ખડકી શકે તેમ છે અથવા મોટા જુમલાને પાર કરી શકે છે.
આ બન્ને ટીમો માટે આજનો મેચ નોક-આઉટ મેચ છે અને ફાઈનલમાં પ્રવેશ માટે દિલધડક મુકાબલો થશે તો નિશ્ચિત છે. ક્રિકેટ પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે ફાઈનલ મેચ ભલે રવિવારે રમાવાનો હોય, આજનો મુકાબલો પણ ફાઈનલ મેચ જેવો જ અતિ રોમાંચક બની રહેશે. સૌની નજર અત્યારે તો વૈભવના વૈભવી પરફોર્મન્સ પર મંડરાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial