Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને પતિ દ્વારા કરવામાં આવી જાણઃ
જામનગર તા. ૨૯: જામજોધપુરના ગીંગણી ગામના એક પરિણીતા બે સપ્તાહ પૂર્વે પતિના ઘેરથી ભાઈના ઘેર આંટો મારવા જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. સંભવિતઃ તમામ સ્થાને શોધ કર્યા પછી ગઈકાલે પતિએ પોલીસને જાણ કરી છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની ઈન્દિરા સોસાયટીમાં વસવાટ કરતા રવિભાઈ કાનજીભાઈ ડાભી નામના કોળી યુવાનના પત્ની સુનીલાલ ઉર્ફે સુમીબેન રવિભાઈ (ઉ.વ.ર૮) નામના પરિણીતા ગુમ થઈ ગયાની રવિભાઈએ જામજોધપુર પોલીસને જાણ કરી છે.
તેઓએ જણાવ્યા મુજબ ગઈ તા.૧૩ની બપોરે તેમના પત્ની સુમીબેન પોતાના ભાઈના ઘરે આંટો મારવા જવાનું કહીને નીકળ્યા પછી ગીંગણી બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. ત્યાંથી સુમીબેન લાપત્તા બન્યા છે. આટલા દિવસો સુધી પત્ની પરત ન આવતા રવિભાઈએ તપાસ કરાવતા તેણી પોતાના ભાઈના ઘરે ન પહોંચ્યાનું ખૂલ્યું છે. પોલીસે તેણીનું વર્ણન તેમજ ફોટો વગેરે મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial