Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં યુવાન પર ધસી આવ્યો મીની ટ્રકઃ ગંભીર ઈજાથી વધુ સારવારમાં ખસેડાયા

ઈજાગ્રસ્તના પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૨૯: ઓખામંડળના સુરજકરાડીમાં વસવાટ કરતા એક વેપારી યુવાન અગિયાર દિવસ પહેલાં રાત્રિના સમયે પોતાના ઘર તરફ જવા સ્કૂટર પાસે પહોંચ્યા ત્યારે ફૂલસ્પીડમાં ધસી આવેલા મીની ટ્રકે તેઓને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જામનગર દવાખાને ખસેડાયેલા વેપારી પર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. ઈજાગ્રસ્તના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડીમાં વસવાટ કરતા રાજુભાઈ ટોપણભાઈ સુતરીયા નામના વેપારીના પુત્ર નિરવભાઈ સુતરીયા (ઉ.વ.૩૩) ગઈ તા.૧૭ની રાત્રે પોતાની દુકાનની બહાર નીકળી ઘર તરફ જવા માટે સ્કૂટર તરફ આગળ વધતા હતા ત્યારે જીજે-૩૭-વી ૧૭૧ નંબરનો મીની ટ્રક ફૂલ સ્પીડમાં ધસી આવ્યો હતો.

આ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા રોડની એકદમ સાઈડમાં ચાલ્યો ગયેલો મીની ટ્રક સ્કૂટર પાસે પહોંચેલા નિરવભાઈને હડફેટે લેતો ગયો હતો. આ અકસ્માતમાં હોઠના ભાગે પાંચ ટાંકા, હાથની આંગળીમાં છ ટાંકા, અંગુઠામાં ફ્રેક્ચર, ડાબા પગમાં ગોઠણથી નીચે ગંભીર ઈજા, હાડકામાં ફ્રેક્કચર સહીતની ઈજા પામેલા નિરવભાઈને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત પર ઓપરેશન કરવામાં આવ્યા પછી પ્લેટ ફીટ કરવામાં આવી છે. આ અકસ્માત અંગે રાજુભાઈએ ગઈકાલે મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મીની ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh