Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિત્ર સામે કરેલી પોલીસ ફરિયાદનો કઢાયો ખારઃ
જામનગર તા. ૨૯: જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતા એક વૃદ્ધ ગઈકાલે સવારે ગ્રામ પંચાયત કચેરી પાસે હતા ત્યારે બાઈક પર ધસી આવેલા શખ્સે પાઈપથી હુમલો કરી આ વૃદ્ધનો પગ ભાંગી નાખ્યો હતો. અગાઉ આ વૃદ્ધે હુમલાખોરના મિત્ર સામે પોલીસમાં ફરિયાદ કરી હતી તેનો ખાર રાખી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આંબેડકર ભવન પાસે રહેતા ભુરાલાલ મેઘજીભાઈ પરમાર (ઉ.વ.૭૮) નામના વૃદ્ધ ગઈકાલે સવારે જામવંથલીમાં ગ્રામ પંચાયત કચેરી પાસે હતા ત્યારે ભરતસિંહ જાડેજા નામનો શખ્સ મોટરસાયકલ પર ધસી આવ્યો હતો.
આ શખ્સે બાઈક પરથી ઉતરી પાઈપ કાઢ્યા પછી ભુરાલાલ પર હુમલો કર્યાે હતો. આ શખ્સે મારેલા ફટકાથી ભુરાલાલને જમણા પગ તથા હાથમાં ઈજા થઈ હતી. જેમાંથી પગમાં ફ્રેક્ચર થયાનું જાહેર થયું છે. પોલીસ ફરિયાદમાં આ વૃદ્ધે જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં ભરતસિંહના મિત્ર પારસ દિનેશભાઈ સોલંકી સામે ભુરાલાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બોલાચાલી કરી ધમકી આપવાની આ ફરિયાદમાં પારસ સોલંકીની ધરપકડ કરાઈ હતી તેનો ખાર રાખી ગઈકાલે સવારે ભરતસિંહે હુમલો કર્યાે હતો. પોલીસે ભરતસિંહ તથા પારસ સોલંકી સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial