Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં નિઃશુલ્ક એેડમિશન

કેટલાક દૂરના વિસ્તારની વિદ્યાર્થિનીઓ માટે સિટી બસ શરૂ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરની શ્રી સજુબા સરકારી ગર્લ્સ વિનામૂલ્યે ધો. ૯-૧૦ અને ધો. ૧૧-૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. નગરની આજુબાજુના બે ગામો સહિત કેટલાક દૂરના વિસ્તારો માટે સિટી બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, જામનગર એ જામનગર જિલ્લા ની સૌથી જૂની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ છે. જેમાં ધોરણ ૯, ૧૦ અને ૧૧, ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ એમ ત્રણેય પ્રવાહ ચાલે છે. આ શાળામાં ધો. ૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓને શાળાની રૂબરૂ મુલાકાત લઇ પ્રવેશ નિશ્ચિત કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

નવા પ્રવેશ માટે શાળામાંથી રૂબરૂ ફોર્મ કોઈપણ જાતની ફી વગર મળી જશે. ફોર્મમાં જણાવ્યા અનુસારના જરૂરી આધારો તૈયાર કરી શાળામાં રૂબરૂમાં જમા કરાવવાના રહેશે જેથી પ્રવેશ નિશ્ચિત થઇ શકે. અહીં  અભ્યાસ માટે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી.

મળવાપાત્ર અને લાગુ પડતી તમામ શિષ્યવૃત્તિ ('નમો લક્ષ્મી, 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના', નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, પ્રી-મેટ્રિક સ્કોલરશીપ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ)ના લાભ પણ મળે છે.સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળે છે.

સરકાર દ્વારા મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. શાળા દ્વારા નવા પ્રવેશ વખતે દરેક વિદ્યાર્થિનીને યુનિફોર્મ પણ આપવામાં આવે છે.

આ શાળાનું વર્ષ ૨૦૨૬ માં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું  ૯૪.૧૪ ટકા, ધો.૧૨ સાયન્સ નું  ૭૨.૨૨ ટકા તથા ધો.૧૦ : ૮૩.૩૩ ટકા પરિણામ આવ્યું છે.

શાળા અને વાલીઓ ના સંકલન દ્વારા દુર ના વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે ચોક્કસ રૂટ માટે સીટી બસની સુવિધા કરવામાં આવી છે.જેમાં  મોરકંડા અને ખીમલીયા ગામ., ઉપરાંત  શહેરના દૂરના વિસ્તારો  ગોકુલ નગર,  ઉદ્યોગનગર રૂટ, રડાર ગેટ, પાણાખાણ, શાયોના શેરી, જકાતનાકા રૂટ નો સમાવેશ થાય છે. પ્રવેશ માટે માં શ્રી સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ, રણજીત રોડ, જામનગરનો સવારે ૯ થી ૧૨ માં અથવા  ૯૭૨૭૬૩૫૧૩૪, ૯૪૨૬૪૭૧૦૯૯ ડો. બીનાબેન દવે, આચાર્ય નો સંપર્ક સાધવા શાળાની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh