Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરમાં મહિલા પર પાઈપથી હુમલો કરાયાની રાવઃ આરોપીની વળતી ફરિયાદ

મહિલાના પુત્ર સહિત ત્રણે છરીથી છરકા કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના ગોકુલનગર પાસે પાણાખાણની શેરી નં.૭માં વસવાટ કરતા એક મહિલાએ પોતાની સાથે સંબંધ હોવાથી સાથે રહેતા શખ્સે ઝઘડો થયા પછી માથામાં પાઈપ ઝીંકી દીધાની પોલીસમાં ફરિયાદ કરી છે. આ શખ્સે તે મહિલાના પુત્ર સહિત ત્રણ સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પાણાખાણની શેરી નં.૭માં રહેતા કમળાબેન મહેન્દ્રભાઈ ગોરી (ઉ.વ.૪૪) નામના મહિલાએ પ્રિતેશ બિપીનભાઈ ગોસ્વામી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રિતેશ સાથે તેઓને સંબંધ હતો અને તેઓ સાથે રહેતા હતા. તે દરમિયાન પ્રિતેશ સાથે ઝઘડો થતાં ગયા સોમવારે બપોરે ગાળો ભાંડી પ્રિતેશે માથામાં પાઈપ ઝીંકી દીધો હતો. તેનાથી કમળાબેનને ઈજા થઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ હાથ ધરી છે.

આ ફરિયાદ સામે રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા પ્રિતેશ બિપીનભાઈ ગોસ્વામીએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ કમળાબેન સાથે સંબંધ હોવાથી તેઓ તેની સાથે રહેતા હતા. તે બાબત ક્રિષ્નાભાઈ મહેન્દ્રભાઈ ગોરીને ગમતી ન હતી તેથી બુધવારની રાત્રે ક્રિષ્નાભાઈ તેમજ ભલો અને પ્રથમ નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ ગાળો ભાંડી પ્રિતેશભાઈ પર હુમલો કરી છરીથી છરકા માર્યા હતા અને રિક્ષાનો કાચ ફોડી નાખી નુકસાન કર્યું હતું. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh