Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તટસ્થ તપાસ યોજી પોલીસ સામે પગલાંની માંગઃ
જામનગર તા. ૨૯: જામનગરના ખીમરાણા ગામના એક દલિત યુવાનને પોલીસે ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધો હોવાની રજૂઆત સાથે આજે સમસ્ત ખીમરાણાના ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવ્યું છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીમરાણામાં ગઈ તા.૨૬ની રાત્રે ઈનોવા મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. આ વેળાએ ત્યાં હાજર સ્થાનિક લોકો મોટરની સ્પડ જોઈને હેબતાયા હતા. તે પછી આ મોટર એક દીવાલ સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. તે મોટર પાસે પહોંચેલા ગ્રામજનોએ મોટરમાં જોતા તેમાં દારૂ જોવા મળ્યો હતો.
આ બાબતની પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ આવી હતી. આ વેળાએ ખીમરાણાના દેવરાજ ગોહિલ નામના દલિત યુવાને વીડિયો ઉતાર્યાે હતો. તેની સામે પોલીસે ફરજ રૂકાવટની અને મોટરમાંથી દારૂની લૂંટ કરવાની કોશિષનો ગુન્હો નોંધી લીધો હતો.
પોલીસે ઉપરોક્ત ગુન્હો ખોટી રીતે નોંધ્યો હોવાની રજુઆત સાથે આજે સમસ્ત ખીમરાણા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. આ યુવાનને પોલીસે ખોટી રીતે ગુન્હામાં ફીટ કરાયો હોય તટસ્થ તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. બનાવના સ્થળે ૫૦૦થી વધુ ગ્રામજનો હાજર હતા તેઓની ઉપસ્થિતિમાં પોલીસ ફરજમાં રૂકાવટ કે વ્યથાનો ગુન્હો બન્યો નથી તેમ છતાં દેવરાજભાઈ સામે પોલીસે વીડિયો વાયરલ કરવાના કારણથી અને પોલીસની ઈમેજ ખરાબ થતી હોવાથી ૧૨ કલાક પછી ગુન્હો નોંધાવ્યો હોવાનું જણાવાતા ખળભળાટ મચી ગયો છે.
ઉપરોક્ત રજૂઆતની નકલ રાજ્યના ગૃહમંત્રી તેમજ પોલીસ મહાનિર્દેશક, રેન્જ આઈજી અને એસપીને પાઠવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial