Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર મહિને યોજાતા એકયુપ્રેશર કેમ્પ ઉપરાંત
જામનગર તા. ૨૯: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સયુંકત ઉપક્રમે શરૂ સેક્શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન શુક્રવાર તા.૫-૬-૨૦૨૬ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન કરવામાં આવેલું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઇ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એકયુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી. ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial