Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરસીસી બોક્સ કેનાલના કામે
જામનગર તા. ર૯: આરસીસી બોક્સ કેનાલના કામને લઈને જામનગરના ખોડિયાર કોલોનીમાં નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ બંધ કરાયો છે, જે ૧૯ દિવસ સુધી માર્ગ બંધ રહેશે.
જામનગરમાં આરસીસી બોક્સ કેનાલનું કામ કરવાનું હોવાથી તારીખ ર૮ મે થી ૧પ જૂન સુધી ખોડિયાર કોલોની મઈન રોડથી ૮૦ ફૂટ શાકમાર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે, જે અંગેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તથા આ બાબતની મહાનગરપાલિકા કમિશનરે વિધિવત જાહેરાત કરી છે.
આ પછી હાલ આ માર્ગે પતરા સહિતની આડશ મૂકી દેવામાં આવી છે. હવે કામ શરૂ થઈ રહ્યું છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાના કમિશનરના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકાની હદમાં જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ થઈ જગડિયા કેનાલ સુધી આર.સી.સી. બોક્સ કેનાલનું કામ હાલે ચાલુ કરવાનું થતું હોય, જેના સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ર૮-પ-ર૦ર૬ થી તા. ૧પ-૬-ર૦ર૬ ખોડિયાર કોલોની મેઈન રોડથી ૮૦ ફૂટ શાકમાર્કેટ, નીલકમલ સોસાયટી સુધીના રસ્તા પર વાહનવ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવામાં આવશે, જેનો અમલ કરવાનો મહાનગરપાલિકાના કમિશનરે હુકમ કરાવ્યો છે, જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બીપીએમસી અક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થા માટે ચિત્રકૂટ સોસાયટીના આંતરિક રસ્તાઓ, રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભવનથી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ સૂચનાનો ગઈકાલથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ રોડ ઉપર પતરાની આડશ ઊભી કરી દેવામાં આવી છે અને રોડ બંધ કરી દેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial