Advertisement
Author: નોબત સમાચાર

યુ.પી.માં બેતવા નદી પર બંધાઈ રહેલા પુલનો સ્લેબ તૂટતા ૬ કામદારોના મૃત્યુ

મધ્ય રાત્રિ પછી દુર્ઘટનાઃ કાટમાળમાંથી ત્રણને બચાવાયા

                                                                                                                                                                                                      

હમીરપુર તા. ર૯: યુ.પી.ના મીરપુરમાં નિર્માણાધિન પુલનો સ્લેબ તૂટી પડતા ૬ કામદારોના મૃત્યુ થયા છે. વાવાઝોડા-વરસાદને કારણે અકસ્માત થયો હોવાનું તંત્રે જણાવ્યું છે.

ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પરના નિર્માણાધીન પુલનો સ્લેબ ગઈ મોડી રાત્રે ર વાગ્યે તૂટી પડ્યો. આ અકસ્માતમાં ૬ કામદારોના મોત થયા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે કાટમાળમાં ફસાયેલા ત્રણ કામદારોને બચાવ્યા. સાડાસાત કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું.

વાવાઝોડું અને વરસાદને કારણે સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો નીચે દટાઈ ગયા હતાં. અકસ્માતની તપાસ કરવામાં આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે મોડી રાત્રે હમીરપુરમાં ૭૦-૮૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. આ અકસ્માત શહેરથી રપ કિ.મી. દૂર લાલપુરા વિસ્તારમાં થયો હતો. મૃતકોમાંથી ચાર બાંદાના અને બે હમીરપુરના હતાં.

એસડીઆરએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે ર-૩૦ વાગ્યે શરૂ થયેલ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે, પરંતુ અન્ય કોઈ કામદારો ફસાયા ન રહે તે માટે સાવચેતી રૂપે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે.

ઉત્તરપ્રદેશ રાજ્ય સેતુ નિગમ આ પુલ બનાવી રહ્યું છે. તેનો ખર્ચ રૂ।. ૯૦ કરોડ થવાનો અંદાજ છે. ૭૦૦ મીટર લાંબો, બે લેનનો પુલ મોરાકંડ અને કુરારા ગામ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેનું બાંધકામ માર્ચ ર૦ર૪ માં શરૂ થયું હતું અને ડિસેમ્બર ર૦ર૬ સુધીમાં પૂર્ણ થવાનું છે.

સીએમ યોગીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા કામદારોના પરિવારજનોને રૂ।. પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ।. પ૦,૦૦૦ આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh