Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનગમતી બદલીથી લઈ દરેક કાર્યમાં 'લક્ષ્મીની ઉપાસના'ની ચર્ચાઃ
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા પંચાયતના વિવાદો સમયાંતરે ચર્ચાનો વિષય બનતો રહે છે. ઉચ્ચ અધિકારીઓની મનમાની હોય કે અધૂરા કાર્યોના વિપક્ષના આરોપ કે પછી તલાટીઓની બદલીઓના પ્રકરણમાં થતા કથિત લેણદેણની વાત હોય, જિલ્લા પંચાયતમાં સતત ભ્રષ્ટાચારનો ગણગણાટ થતો રહે છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડા મહિના પહેેલા તાલુકામાં કામ કરતા ઉપલી કેડરના ૨ કર્મચારીઓને જિલ્લામાં લેવા માટે કર્મચારીઓ પાસે બદલીની અરજીઓ લખાવી લેવામાં આવી. અર્થાત ફરજ પાડવામાં આવી હોવાનું કર્ણોપકર્ણ સંભાળાઈ રહ્યું છે. જે ૫ૈકીના એક કર્મચારીને એક પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીએ ભૂતકાળમાં તાલુકામાં મૂકયા હતા અને તેને ફરીથી જિલ્લામાં લેવા રાજકીય ભલામણોને પણ દાદ આપી ન હોવાનું ચર્ચાય છે. જે પછી હાલના ચાર્જમાં રહેલ અધિકારી સાથે કોઈ 'તાલમેલ' બેસતા જિલ્લામાં લઈ લેવામાં આવ્યા અને એમાં મોટો 'વહીવટ' થયો હોવાની આશંકા છે.
એ પછી આ કર્મચારીનું નવી જગ્યાએ પણ ભોપાળું છતું થતાં ફરી તાલુકામાં ફેંકી અને પછી ગણતરીના દિવસોમાં ફરી નજીક લઈ લેવામાં આવ્યા હોવાની વાતથી અચરજ ફેલાયું હતું.
મુખ્ય કચેરીમાં પણ અમુક શાખામાં કેટલાક વગદાર કર્મચારીઓ ઘણાં સમયથી 'બદલી' થી દૂર રહ્યા છે એ પણ શંકાસ્પદ બાબત છે.
ચાર્જમાં રહેલ અધિકારીએ કર્મચારીની બદલીનો ઘાણવો કાઢયો હોય તેમાં જે મુજબ 'ભોગ' એ મુજબ 'વરદાન' એવી નીતિ અપનાવાઈ હોવાની ચર્ચા છે.
આરોગ્ય ખાતાના કરાર આધારિત ડોક્ટરોમાં અને ફિલ્ડના કર્મચારીઓમાં પણ 'લક્ષ્મી ઉપાસના' ની પદ્ધતિ અપનાવાઈ હોવાના આરોપો લોકમુખે સાંભળવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય કોઈ ભ્રષ્ટાચાર કે કૌભાંડ પ્રકાશમાં આવે તો નવાઈ નહીં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial