Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ
ખંભાળિયા તા. ૨૭: મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખંભાળિયા વિધાનસભા વિસ્તારના બુથ લેવલ ઓફિસરોને તંત્ર દ્વારા સન્માનિત કરાયા હતાં.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ.ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) જાહેર કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ (ઈએફ) પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) મારફત કરવામાં આવે છે. આથી, બીએલઓને ઝડપી અને સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ હોય તેવા બુથ લેવલ ઓફિસર્સને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મદદનીશ નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.કે.કરમટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જેમાં ૮૧ વિધાનસભા મતવિસ્તારના ગોઇંજ - ૨ બી.એલ.ઓ. વઘોરા દેવેન્દ્રભાઈ, આસોટા નાના- ૨ બી.એલ.ઓ. જલ્પાબેન કુબાવત, અજાડ ટાપુના બી.એલ.ઓ. ડી.જે.છૈયા, વિસોત્રી કોઠા-૧ના બી.એલ.ઓ. લગધીરભાઇ ગોજીયા, વિસોત્રી કોઠા-૨ના બી.એલ.ઓ ચંદ્રેશ રાઠોડ, હર્ષદપુર-૪ના બી.એલ.ઓ. બરાઇ નિલેશ, રામનગર-૧ના બી.એલ.ઓ. બોઘાભાઈ કરમુર, ખજૂરિયાના બી.એલ.ઓ. સરવડીયા વિશાલ, મોવાણ-૪ના બી.એલ.ઓ. રમેશભાઈ કરંગિયા, ભટ્ટગામના બી.એલ.ઓ. ભાટિયા ખીમાભાઇ, કંડોરણાના બી.એલ.ઓ. વિક્રમભાઈ નંદાણીયા, બજાણા-૧ના બી.એલ.ઓ. રામશીભાઈ પિઠીયા, ઠાકર શેરડી-૧ના બી.એલ.ઓ. ચાવડા ભરતભાઈ, ઠાકર શેરડી-૨ના બી.એલ.ઓ. ભરતભાઈ કરમુર અને કોટડીયા બી.એલ.ઓ. ઝાંઝી ગાગીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial