Advertisement
Author: નોબત સમાચાર

જામવંથલીમાં સવારથી બપોર સુધી બંધ રહેલા મકાનમાંથી પ૮ હજારની મત્તા ચોરાઈ

લાકડાના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના ઉસેડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર નજીકના જામવંથલી ગામમાં એક ખેડૂતના મકાનમાં સપ્તાહ પહેલાં સવારથી બપોર સુધીના સમયમાં કોઈ તસ્કરો ઓસરીના દરવાજાનંુ તાળુ તોડી અંદર ઘૂસ્યા પછી કબાટમાંથી રૂ.૫૮ હજારના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા છે.

જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હાર્દિકભાઈ વલ્લભભાઈ બોરીચા નામના ખેડૂતના ગઈ તા.૧૭ના દિને સવારે છ વાગ્યાથી બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાં ચોરી થઈ છે.

કોઈ તસ્કરો આ મકાનમાં ઘૂસ્યા પછી ઓસરીમાં રહેલા દરવાજાના તાળાને કોઈ હથિયારથી તોડી નાખી પ્રવેશ કરી ગયા પછી અંદર રાખવામાં આવેલા લાકડાના કબાટમાંથી રૂ.૫૮ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ઉસેડી ગયા છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હાર્દિકભાઈ બોરીચાએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh