Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતની ર૪ બેઠકનું નવું રોટેશન જાહેર

અનેક બેઠકોમાં થયા ફેરફારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર જિલ્લા પંચાયતની ર૪ બેઠક માટે રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે અનેક બેઠકમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.

બેઠકનું રોટેશન બદલાતા કેટલાક વર્તમાન બેઠક માટેના દાવેદારોને પોતાની બેઠક બદલવાની ફરજ પડશે. આગામી સમયમાં જામનગર સહિતની જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ગઈકાલે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રોટેશન જાહેર કરવામાં આવ્યા છે.

તેમાં જામનગર જિલ્લા પંચાયતની કુલ ર૪ બેઠક માટેનું નવું રોટેશન જાહેર થયું છે. પરિણામે અનેક બેઠકમાં ફેરફાર થયા છે.

જમનગર જિલ્લા પંચાયતની કુલ ર૪ બેઠકમાંથી બે-અનુ.જાતિ, એક-અનુ. જનજાતિ, ૬-સામાજિક-શૈક્ષણિક  પછાત વર્ગ અને ૧પ બેઠક સામાન્ય (બિન અનામત) છે.

ર૪ માંથી ૧ર બેઠકો સ્ત્રી માટે અનામત છે. તેમાં એક અનુ.જાતિ, શૈ.પ. વર્ગની ૩ અને સામાન્યની આઠ બેઠકનો સમાવેશ થાય છે.

(૧) આમરા-સામાન્ય, (ર) અલીયા-સામાન્ય સ્ત્રી, (૩) બેડ-અનુ.જાતિ, (૪) ભણગોર-બિન અનામત (સામાન્ય), (પ) ચેલા-સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી, (૬) ધુંવાવ-સા.શૈ. પછાત વર્ગ, (૭) ધુતારપર-સા.શૈ. પછાત વર્ગ-સ્ત્રી, (૮) ગીંગણી-સા.શૈ. પછાત વર્ગ-સ્ત્રી, (૯) જોડિયા-સા.શૈ. પછાત વર્ગ, (૧૦) ખંઢેરા-સા.શૈ. પછાત વર્ગ, (૧૧) ખરેડી-બિનઅનામત સામાન્ય, (૧ર) ખારવા-સામાન્ય સ્ત્રી, (૧૩) ખીમરાણા-સામાન્ય-સ્ત્રી, (૧૪) લાલપુર-સામાન્ય-સ્ત્રી, (૧પ) લતીપુર-બિનઅનામત, સામાન્ય, (૧૬) મોરકંડા-અનુ.જાતિ-સ્ત્રી, (૧૭) મોટી ગોપ-બિનઅનામત સામાન્ય, (૧૮) નવાગામ-અનુ.આદિજાતિ, (૧૯) નિકાવા-સામાન્ય-સ્ત્રી, (ર૦) પીપરટોડા-સામાન્ય-સ્ત્રી, (ર૧) પીઠડ-સામાન્ય-સ્ત્રી, (રર) સતાપર-સામાન્ય-સ્ત્રી, (ર૩) શેઠવડાળા-બિનઅનામત-સામાન્ય, (ર૪) સિંગચ-બિનઅનામત-સામાન્ય

આમ કેટલીક બેઠકોનું રોટેશન ફરી જતા કેટલાક ભાવિ ઉમેદવારોને પોતાની બેઠકનું સ્થાન પણ બદલવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh