Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પનું અત્યારનું રહેણાંક વિશ્વમાં સૌથી સુરક્ષિત ગણાય છે !
વોશિંગ્ટન તા. ૨૭: વિશ્વના સૌથી સુરક્ષિત મનાતા અને ટ્રમ્પ જયાં રહે છે તે સ્થળથી થોડે દૂર ગોળીબારની ઘટના બની છે. હુમલા બાદ ગાર્ડનો કાફલો ખડકાયો છે. ટ્રમ્પે કહ્યું છે કે મોટી કિંમત ચૂકવવી પડશે. આ હુમલામાં ત્રણને ઈજા થઈ છે અને હુમલાખોર દબોચાયો છે.
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે તેનાથી થોડા જ અંતરે ગોળીબાર થયો છે. વોશિગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડી જ શેરીઓમાં આ ગોળીબાર થયો હતો. ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્યોનો સમાવેશ થાય છે.
આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે ૨:૩૦ વાગ્યે બની હતી. બે ઘાયલ નેશનલ ગાર્ડ સભ્યોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પહેલા તો વેસ્ટ વર્જિનિયાના ગવર્નર પેટ્રિક મોરિસીએ શરૂઆતમાં ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે બે નેશનલ ગાર્ડ સભ્યો મૃત્યુ પામ્યા છે. જોકે, તેમણે પાછળથી તેમની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તે પછી મેટ્રોપોલિટન પોલીસ વિભાગે અહેવાલ આપ્યો હતો કે ગોળીબાર વ્હાઇટ હાઉસ નજીક થયો હતો. ઘટના પછી તરત જ, વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ અધિકારીઓ અનેક બ્લોકમાં ફેલાયેલા હતા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી થોડા અંતરે બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગોળી વાગી હતી. બંને સૈનિકો રાષ્ટ્રની રાજધાની વોશિગ્ટન ડીસીમાં તૈનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના સભ્યો હતા.
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિગ્ટનના મેયર મુરિયલ બોવ્સરે જણાવ્યું હતું કે ગાર્ડ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે. બોવ્સરે જણાવ્યું હતું કે નેશનલ ગાર્ડના સભ્યોને આડેધડ ગોળી વાગી હતી. યુએસ પ્રમુખ ટ્રમ્પે પણ ગોળીબારને લઈને એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહૃાું હતું કે નેશનલ ગાર્ડ પર હુમલો કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.
વેસ્ટ વર્જિનિયાના ગવર્નરે શરૂઆતમાં જણાવ્યું હતું કે બંને સૈનિકો મૃત્યુ પામ્યા છે, પરંતુ બાદમાં તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું, અને કહૃાું હતું કે તેમની ઓફિસને તેમની સ્થિતિ વિશે વિરોધાભાસી અહેવાલો મળી રહૃાા છે. ગવર્નર ઓફિસે હુમલા કે સૈનિકોની સ્થિતિ અંગેના પ્રશ્નોનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. સીએનએનએ અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. તેને પણ ગોળી વાગી હતી, પરંતુ તેની ઇજાઓ ગંભીર હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં નથી.
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ચીફ જેફરી કેરોલના જણાવ્યા અનુસાર, બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૨:૧૫ વાગ્યે, નેશનલ ગાર્ડ ટુકડીઓ વોશિગ્ટન, ડી.સી.માં ઉચ્ચ-વિઝિબિલિટી પેટ્રોલિગ કરી રહી હતી, ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ નજીક આવ્યો, બંદૂક તાણી અને નેશનલ ગાર્ડ પર ગોળીબાર કર્યો. નેશનલ ગાર્ડના સભ્યોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને હુમલાખોરને કાબુમાં લેવામાં અને અટકાયતમાં લેવામાં સફળ રહૃાા. શંકાસ્પદ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોર તપાસકર્તાઓને સહકાર આપી રહૃાો નથી અને તેની ધરપકડ સમયે તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે તેને ફેડરલ અધિકારીઓ પર હુમલો ગણાવ્યો. તેમણે તેને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની પ્રતિજ્ઞા લીધી. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે કહૃાું કે હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે ગોળીબાર કરનાર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને ભારે કિમત ચૂકવવી પડશે. ગોળીબાર પછી તરત જ, ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ અપીલ કોર્ટને નેશનલ ગાર્ડ તૈનાત કરવાના ફેડરલ ન્યાયાધીશના આદેશ પર કટોકટી સ્ટે મૂકવાની વિનંતી કરી. ગયા અઠવાડિયે, એક જિલ્લા ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રની રાજધાનીમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવો ગેરકાયદેસર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial