Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો સાથે વિકૃતી દાખવનાર 'માસ્ટર' સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૪: બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી સાથે આ જ શાળાના બેન્ડ માસ્ટરે વિકૃત રીતે શારીરિક અડપલાં કરતા ચકચાર જાગી છે. સપ્તાહ પહેલાં બેન્ડ માસ્ટરે અડપલાં કર્યા હતા તેની વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કર્યા પછી મેનેજમેન્ટને વાકેફ કરવામાં આવ્યું હતું. જેના પગલે પ્રિન્સીપાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર-જોડિયા માર્ગ પર આવેલા બાલાચડીમાં કાર્યરત સૈનિક સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો બન્યો છે. આ શાળામાં બેન્ડ માસ્ટર તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના જોધપુરના પવનકુમાર જગદીશકુમાર ડાંગી સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
સૈનિક સ્કૂલના પ્રિન્સીપાલ શ્રેયસભાઈ નીતિનભાઈ મહેતાએ જોડિયા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવાયા મુજબ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાંથી બે વિદ્યાર્થી સાથે બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ ગઈ તા.૭ની સાંજે અડપલાં કર્યા હતા. વિકૃત મગજના આ શખ્સે બંને વિદ્યાર્થીના શરીર પર હાથ ફેરવવા ઉપરાંત તે વિદ્યાર્થીઓના હાથ પોતાના શરીર પર ફેરવડાવ્યા હતા.
શિક્ષકે આ પ્રકારનું કૃત્ય કરતા હેબતાયેલા બંને વિદ્યાર્થીએ પોતાના વાલીઓને જાણ કર્યા પછી સંસ્થાને વાકેફ કરવામાં આવતા ચોંકી ઉઠેલા સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને પ્રિન્સીપાલ શ્રેયસભાઈએ તેની ફરિયાદ નોંધાવી છે. જોડિયાના પીએસઆઈ બી.એલ. ઝાલાએ આઈપીસી ૫૦૪, ૫૦૬ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ (પોક્સો) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાલાચડી સૈનિક સ્કૂલમાં પોતાના બાળકને એડમિશન અપાવવા સેંકડો વાલીઓ તલપાપડ હોય છે, દેશના સૈન્યમાં જોડાતા પહેલાં પૂર્વ તાલીમ સ્વરૂપનું શિક્ષણ આ શાળામાં પ્રાપ્ત થતું રહ્યું છે, આ શાળામાં અભ્યાસ કર્યા પછી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ દેશના સૈન્યમાં સેવા આપી રહ્યા છે. ત્યારે તે શાળામાં તૈયાર થતાં ભાવિ સૈનિકો સાથે આ પ્રકારનું થયેલું કૃત્ય નિંદનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial