Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂદ્વારાથી હોસ્પિટલ તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો

વરસાદી પાણી નિકાલની પાઈપલાઈન માટે

જામનગર તા. ૧૪: જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિણામે આજે ગુરૂદ્વારાથી હોસ્પિટલ તરફનો માર્ગ બંધ રાખવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુરૂદ્વારા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન નાખવાની કામગીરીનો આજે સવારથી પ્રારંભ થયો છે, જો કે આજે સાંજ સુધીમાં આ કામગીરી આટોપી લેવામાં આવનાર છે. આમ ફક્ત એક જ દિવસની કામગીરીના કારણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. અચાનક રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh