Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ભરતપુરમાં વીજ કર્મચારીના અપમૃત્યુના કેસમાં આરોપી થયો જેલહવાલે

વીજ અકસ્માતમાં કારણભૂત બની હતી વીજચોરીઃ

જામનગર તા. ૧૪: ભાણવડમાં ભરતપુરમાં થોડા દિવસ પહેલાં વીજ ક્ષતિનું સમારકામ કરી રહેલા કર્મચારીનું રિટર્ન કરંટ આવતા મૃત્યુ નિપજ્યું હતું. આ કૃત્ય પાછળ વીજચોરી કારણભૂત હોવાનું ખૂલ્યા પછી એક શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ આરોપીની પોલીસે ધરપકડ કરી તેને જેલહવાલે કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં એક વીજ ફીડરમાં થોડા દિવસ પૂર્વે ક્ષતિ સર્જાતા વીજ કંપનીના કર્મચારી ભરતભાઈ તેનું સમારકામ કરી રહ્યા હતા. આ વેળાએ વીજ પુરવઠો બંધ કરાવાયો હોવા છતાં રિટર્ન કરંટ આવતા આ કર્મચારીનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતે વીજ કંપનીના નાયબ ઈજનેરે શરૂ કરેલી તપાસમાં જુમા સલમાન હિંગોરા નામના શખ્સે વીજચોરી કરવા નાખેલુ લંગર વીજકર્મીના મૃત્યુનું કારણ બન્યું હતું. તે બાબત પ્રકાશમાં આવતા ઈજનેર સંદીપ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મોખાણા ફીડરમાંથી જુમા હિંગોરાએ વીજળી મેળવવા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તેમાંથી રિટર્ન થયેલો કરંટ વીજકર્મીને ભરખી ગયો હોય પોલીસે ગુન્હો નોંધી આરોપી જુમા હિંગોરાની ધરપકડ કરી હતી. આ શખ્સને જેલહવાલે કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh