Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શીપીંગ કંપનીએ પોણા બે કરોડની વસૂલાત માટે કરેલો દાવો મંજૂર

સ્ટીમરના વેચાણ સામે કરાયો વચગાળાનો હુકમઃ

જામનગર તા. ૧૪: જામનગરની એક શીપીંગ કંપનીએ મુંબઈની બે સ્ટીમર પાસેથી વસૂલવાની થતી રૂપિયા પોણા બે કરોડ જેટલી રકમ માટે અદાલતમાં દાવા કર્યા હતા. તે રકમ ચૂકવવા અને ખર્ચ આપવા તેમજ બંને સ્ટીમરના વેચાણ સામે વચગાળાનો હુકમ કરાયો છે.

જામનગરની શી લાઈન શીપીંગ એન્ડ લોજિસ્ટીક કંપની પાસેથી મુંબઈની ઓસન સિતરાઈન તથા ઓસન ટાન્ઝાનાઈટ નામની બે સ્ટીમરે પાણી તથા ડીઝલ મેળવ્યા હતા. તે પેટે સિતરાઈન સ્ટીમરે રૂ. ૧,૨૮,૮૬,૩૫૮ અને ટાન્ઝાનાઈટ સ્ટીમરે રૂ. ૪૩,૦૪,૦૦૦ની રકમ ચૂકવવાની બાકી હતી.

તે રકમ માટે શી લાઈન શીપીંગ દ્વારા ઉઘરાણી કરાઈ હોવા છતાં ઉપરોક્ત સ્ટીમરોના માલિક બાકી રકમ ચૂકવતા ન હતા. રકમની વસૂલાત માટે જામનગરની કોર્ટમાં દાવાઓ કરવામાં આવ્યા હતા. તે દાવા ચાલી જતાં અદાલતે મૂળ રકમ અને કુલ રૂપિયા સાડા સાત લાખ ખર્ચ પેટે જમા કરાવવાનો સ્ટીમર માલિકોને હુકમ કર્યાે છે અને તે સ્ટીમરોને મુદ્રા બંદર અને વાડીનાર બંદર ન છોડવા માટે વચગાળાનો હુકમ કર્યાે છે. જામનગરની પેઢી તરફથી વકીલ બી.એમ. શેઠ, એસ.કે. ગુજરાતી, નિશ શેઠ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh