Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલનું ધો. ૧૦ અને ૧ર નું ઝળહળતું પરિણામઃ ગૌરવ

હોશિયારને જ પ્રવેશ નહીં, પ્રવેશ મેળવનારને હોશિયાર બનાવીએ છીએઃ આચાર્ય

જામનગર તા. ૧૪: જામનગરની સજુબા ગર્લ્સ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૧૦ નું ૮૦.૯ર ટકા જેટલું ઊંચુ પરિણામ આવ્યું છે. અગાઉ જાહેર થયેલ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પ૪.પપ ટકા અને ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૮૯.૦૪ ટકા પરિણામ આવ્યું હતું.

વર્તમાન સમયમાં બાળકો ને વાલીઓ દ્વારા ટકાવારીની રેસમાં ઉતારવામા આવે છે. જો બીજા વાલીઓ પોતાના બાળકોને મોંઘીદાટ ફી ચૂકવીને ખાનગી શાળામા અભ્યાસ કરાવે છે. લોકો એમ માને છે કે સરકારી શાળાના અભ્યાસનું સ્તર યોગ્ય્ હોતું નથી, પરંતુ હકીકત એ છે કે સરકારી શાળામાં ભરતી થતા શિક્ષક પાસે યોગ્ય ડીગ્રી અને આકરી કસોટી પાસ કર્યા પછી ભરતી થતા તે સંપૂર્ણપણે યોગ્ય હોય છે, પરંતુ નબળા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન મેળવતા હોવાથી પરિણામની ટકાવારી નીચી રહેતી હોય છે, જ્યારે ખાનગી શાળામાં તો ટકોરા મારી હોશિયાર વિદ્યાર્થીઓને જ એડમિશન કરવામાં આવતા હોવાથી તેના પરિણામની ટાકાવરી ઊંચી હોય છે. જામનગરની અમુક શાળાનો હોશિયાર વિદ્યાર્થીને મફતમાં એડમિશન આપી અન્ય શાળામાંથી રીતસર બોલાવવામાં આવે છે, કારણ કે તેના પરિણામ વખતે આવા વિદ્યાર્થીના ફોટાની જાહેરાતો છપાવી અન્ય વિદ્યાર્થીને એડમિશન આપી લાખો રૂપિયા ફી પેટે ખંખેરી શકાય.

સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બિનાબેન દવે અને સ્ટાફની સખત જહેમતથી સરકારી શાળાનું આ વર્ષ ખૂબ જ સારૂ પરિણામ આવ્યું. તેવો કહે છે અમે હોશિયાર શોધતા નથી, પરંતુ બનાવીએ છીએ.

ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થિનીઓએ એ-૧ માં સ્થાન મેળવ્યું હતું. ધારા કટેશિયા તુલસીભાઈ અને ક્રિશા ભાવેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. મેથ્સમાં ધારાને ૯૬ અને ક્રિશાને ૯૪ માર્કસ મળ્યા છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૮૯.૦૪ ટકા પરિણામ આવ્યું છે. જેમાં એ-ર માં ૧૦ વિદ્યર્થિનીઓએ સ્થાન મેળવ્યું છે. તો ધો. ૧૦ મા ૮૦.૯ર ટકા પરિણામ આવ્યું છે. તેમાં રિંકલ મોહનભાઈ ચૌહાણએ એ-૧ મા સ્થાન મેળવ્યું છે. તેણીએ મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે. ઉપરાંત ૧૪ વિદ્યાર્થિનીઓએ એ-ર માં સ્થાન મેળવી સજુબા સરકારી સ્કૂલનું નામ રોશન કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh