Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતા ટોપ પરઃ ગુજરાત ૧૧ પોઈન્ટ સાથે આઠમું:
અમદાવાદ તા. ૧૪: વરસાદના કારણે ગુજરાત ટાઈટન્સ આઈપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે કોલકાતા ટોપ પર છે.
આઈપીએલ-ર૦ર૪ માં ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની હતી, જો કે વરસાદના કારણે મેચ રદ થઈ ગઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો કોલકાતા ૧૩ મેચમાંથી ૯ જીત મેળવી ૧૯ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. રાજસ્થાન (૧ર મેચમાંથી ૮ જીત) ૧૬ પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે, ત્યારપછી ચેન્નાઈ (૧૩ મેચમાંથી ૭ જીત) ૧૪ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંકે, હૈદરાબાદ (૧ર મેચમાંથી ૭ જીત) ચોથા ક્રમાંકે, બેગલુરૂ (૧૩ મેચમાંથી ૬ જીત) ૧ર પોઈન્ટ સાથે પાંચમા ક્રમાંકે, દિલ્હી (૧૩ મેચમાંથી ૬ જીત) ૧ર પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમાંકે, લખનૌ (૧ર મેચમાંથી ૬ જીત) ૧ર પોઈન્ટ સાથે સાતમા ક્રમાંકે, ગુજરાત (૧૩ મેચમાંથી પ જીત) ૧૧ પોઈન્ટ સાથે આઠમાં ક્રમાંકે, મુંબઈ (૧૩ મેચમાંથી ૪ જીત) આઠ પોઈન્ટ સાથે નવમા ક્રમાંકે અને પંજાબ (૧ર મેચમાંથી ૪ જીત) ૮ પોઈન્ટ સાથે ૧૦ મા ક્રમાંકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial