Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાથી સલાયા વચ્ચેના રેલવે લાઈનનું કામ ૫ૂરજોશમાં

સલાયા તા. ૧૪: સલાયામાં વર્ષો અગાઉ રેલવે લાઈન હતી. જે સમયાંતરે બંધ થઈ હતી.

થોડા સમય પહેલાં આ રેલવે લાઈનને પુનઃ શરૂ કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. જે સંદર્ભમાં રેલવે લાઈનમાં થયેલા દબાણોને સરકાર દ્વારા નિયમોનુસાર દૂર કરવામાં આવ્યા હતાં. હાલ જ્યાં જૂનું રેલવે સ્ટેશનનું માળખું છે ત્યાંથી ખંભાળીયાના રેલવે લાઈન સાથે જોડવા માટે લેવલીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ રેલવે લાઈન શરૂ થવાથી સલાયા શહેર તથા સલાયા બંદરના વિકાસને વેગ મળશે. રોજગારીની તકો સર્જાશે. સલાયા બંદરે લાકડાના વહાણ બનાવવામાં આવે છે અને અન્ય બંદરોથી તે દુબઈ, શારજહા જેવા ખાડીના દેશોમાં માલ ભરીને જાય છે. અગાઉ આ વહાણો સલાયા બંદરેથી જ માલ ભરીને જતા જે હાલ સરકારના આદેશ મુજબ બંધ છે. રેલવે લાઈનનું કામ પૂરજોશમાં ચાલુ થતા સલાયા- વાસીઓને વિકાસનું એક આશાનું કિરણ દેખાયું છે. ધીમે ધીમે સરકાર બંદરનો પણ વિકાસ કરશે તો સલાયા બીજા બંદરોની જેમ ખૂબ પ્રગતિ કરશે. સલાયા બંદર સમગ્ર દેશના અર્થતંત્રના વિકાસમાં સહભાગી બની શકે. છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh