Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતમાં વૃદ્ધાનું થયું હતું મૃત્યુઃ
જામનગર તા. ૧૪: જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર પાસે ત્રણેક દિવસ પહેલાં રોડ ક્રોસ કરતા એક વૃદ્ધાને ઈકો મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. ઘવાયેલા વૃદ્ધા મોતને શરણ થયા હતા. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે શરૂ કરેલી તપાસમાં અકસ્માત સર્જનાર મોટરના સગડ મળ્યા છે. ખંભાળિયાના આસામીએ પોતાની મોટરથી અકસ્માત સર્જયો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર નજીકથી ગઈ તા.૧૦ની રાત્રે એક વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણી ઈકો મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી. ઘવાયેલા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું.
હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ થયા પછી મેઘપરના પીએસઆઈ બી.બી. કોડિયાતર તથા સ્ટાફે સીપીઆઈ વી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી. ધોરીમાર્ગ પર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક ઈકો મોટરના સગડ મળ્યા હતા.
તે મોટર અંગે તપાસ આગળ ધપાવાતા ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા લક્ષ્મીદાસ કાનદાસ કાપડીની જીજે-૧૬-બીજી ૯૦૨૮ નંબરની મોટરે અકસ્માત સર્જયો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે લક્ષ્મીદાસ કાપડીની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સે બનાવની રાત્રે અકસ્માત સર્જી પોબારા ભણ્યાનું કબૂલ્યું છે. તેની પોલીસે ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial