Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્ટ કમ્પાઉન્ડ પાસે યુવાનને છરી બતાવી ધમકી અપાઈઃ
જામનગર તા. ૧૪: જામનગરની સૈયદ ફળીમાં ગઈરાત્રે એક વૃદ્ધ પર નવ શખ્સે ધોકા-પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા છે. વચ્ચે પડનાર અન્ય એકને પણ માર પડ્યો છે. સામુ જોવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર કાઢવામાં આવ્યો હતો. એક હત્યા કેસના સાક્ષીને કોર્ટ કમ્પાઉન્ડ પાસે છરી બતાવી ધમકી આપવામાં આવી હતી.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં અકબરશા મસ્જીદ નજીક સૈયદ ફળીમાં રહેતા હાજી અકબરશા હાજીઆમદ મીયા કાદરી નામના ૬ર વર્ષના વૃદ્ધ પર ગઈકાલે રાત્રે સૈયદ ફળીમાં ધોકા-પાઈપ વડે અહમદશા યાસીન બુખારી, અઝરૂદ્દીન યાસીન, એજાઝ યાસીન, અકરમ યાસીન, અકીબ યાસીન, સોહીલ મહંમદ, મહંમદ સીદીક હૈદરમિયા કાદરી, મહંમદઅલી ઈબ્રાહીમ બુખારી, જેનુલ આબેદીન કાદરી નામના નવ શખ્સે હુમલો કર્યાે હતો.
બે દિવસ પહેલાં સામે જોવાની બાબતે બોલાચાલી થયા પછી તેનો ખાર રાખી ગઈકાલે રાત્રે ઉપરોક્ત શખ્સો ધોકા-પાઈપ સાથે ધસી આવ્યા હતા. તેઓએ હાજી અકબરશા કાદરીને બેફામ માર મારી બંને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા છે. વચ્ચે પડનાર સૈયદઅલી અજીઝમિંયા કાદરીને પણ માર મારવામાં આવ્યો છે. મોડીરાત્રે હાજી અકબરશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નિર્મળનગરમાં વસવાટ કરતા અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ગઈ તા.૩૦ની સવારે લાલ બંગલા પાસે આવેલા ન્યાયાલયમાં જવા માટે પાર્કિંગમાં બાઈક મૂકતા હતા. ત્યારે ત્યાં ધસી આવેલા ધ્રોલના નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલાએ ગાળો ભાંડી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ધમકી આપી હતી. અજયરાજસિંહે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રણેક વર્ષ પહેલાં ધ્રોલમાં દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની તેઓ જ્યારે એક એટીએમ સેન્ટરમાંથી બહાર આવતા હતા ત્યારે ફાયરીંગ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. તે કેસમાં અજયરાજસિંહ સાક્ષી તરીકે જોડાયેલા હતા. તે કેસની બાબતે વકીલને મળવા માટે ગઈ તા.૩૦ની સવારે તેઓ કોર્ટમાં આવી રહ્યા હતા ત્યારે એક આરોપીના સંબંધી એવા નરેન્દ્રસિંહ ઝાલાએ તેઓને આંતરી લઈ સમાધાન માટે ધમકી આપ્યાનું ખૂલ્યું છે. પોલીસે આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial