Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાલિન ફોજદાર તથા જમાદાર સામે કાર્યવાહીઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક આસામી પોલીસમાં ફરિયાદ કરવા માટે સાત વર્ષ પહેલાં પોલીસ મથકે ગયા હતા. ત્યાં હાજર તત્કાલિન ફોજદારે માર માર્યા પછી એક જમાદારે મારકૂટની ક્યાંય ફરિયાદ ન કરવા ધમકી આપ્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે ઈન્કવાયરીમાં પુરાવો મળતા બંને સામે કેસ ચલાવવાનો હુકમ કર્યાે છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના રાજ પાર્ક વિસ્તાર નજીક કોલ્ડ સ્ટોરેજ પાસે રહેતા અશ્વિન ડાયાલાલ જેઠવા ગઈ તા.૧૧-૧૦-૧૭ના દિને પોતાના ઘરે હતા ત્યારે રમેશ બુમતારીયા અને બે અજાણ્યા શખ્સ ઝઘડો કરવા આવતા અશ્વિન તથા તેમના પત્ની અને પુત્ર ફરિયાદ કરવા માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા.
આ વેળાએ ત્યાં ફરિયાદ વિભાગમાં પીએસઆઈ એન.કે. શેખ હાજર હતા. તેઓએ અશ્વિનને ગાળો ભાંડતા ગાળો બોલવાની અશ્વિને ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા પીએસઆઈએ ફડાકા ઝીંકી અશ્વિનનું માથું દીવાલમાં અફળાવ્યું હતું. કાનમાંથી લોહી નીકળવા લાગતા અશ્વિનના પુત્રએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સને પણ પીએસઆઈએ કાઢી મૂકી હતી. તે પછી સાંજે અશ્વિનને મામલતદાર સમક્ષ જામીન માટે લઈ જવાયો હતો અને જામીન મુક્ત થયા પછી ફરીથી પોલીસ સ્ટેશન લઈ જવાયેલા અશ્વિનની બીજા ગુન્હામાં ધરપકડ બતાવી ફિરોઝ દલ નામના પોલીસ કર્મચારીએ મારકૂટની ક્યાંય ફરિયાદ કરીશ તો ફરીથી પકડી લઈ લોકઅપમાં તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ બાબતની જે તે વખતના એસપીને રજૂઆત કરતા રાત્રે અશ્વિનને મુક્ત કરાયો હતો અને અશ્વિને હોસ્પિટલમાં સારવાર મેળવી પોલીસ ફરિયાદ માટે તજવીજ કરતા ત્રણ દિવસ ધક્કા ખવડાવી ફરિયાદ લેવામાં આવી ન હતી. તે પછી ૧૬ તારીખે એસપીને અરજી કરાઈ હતી. આમ છતાં પગલાં ન ભરાતા અશ્વિન જેઠવાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ અંગે કરાયેલી તપાસમાં પુરાવા મળ્યા પછી અદાલતે તત્કાલિન પીએસઆઈ આઈ.કે. શેખ, જમાદાર ફિરોઝ દલ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૩૪ હેઠળ કેસ ચલાવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial