Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારીઃ ૧ જૂને મતદાન

ભાજપ અને એનડીએના નેતાઓ-ડઝનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત

વારાણસી તા. ૧૪: વડાપ્રધાન મોદીએ આજે વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. જેમાં એનડીએના નેતાઓ હાજર રહ્યા હતાં.

લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના ઘણાં નેતાઓ હાજર હતાં. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેઘ ઘાટ ગયા અને ગંગાપૂજા પછી કાળ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતાં.

આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧ર ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતાં. વારાણસી લોકસભા બેઠક મટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મે થી શરૂ થઈ ગઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh