Advertisement
Author: નોબત સમાચાર

પરપ્રાંતિય યુવાનને પત્ની તથા અન્ય મહિલાએ ગાળો ભાંડી આપી ધમકી

જામનગર તા.૧૪: જામનગરના લાલવાડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની અને એક અન્ય મહિલા સામે ગાળો ભાંડી ધમકી આપી માર મારવા માટે દોડ્યાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના હાપા રોડ પર આવેલી લાલવાડી નજીક શ્લોક હાઇટ્સ નામના બિલ્ડીંગમાં વસવાટ કરતા સાહિલ રાજેશભાઈ ભારદ્વાજ નામના પરપ્રાંતિય યુવાને પોતાના પત્ની જયોતિબેન તથા અનીતાબેન મહેશચંદ્ર શર્મા સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, રવિવારે રાત્રે દસેક વાગ્યે તેમના ફ્લેટમાં પત્ની જયોતિબેન તથા અનીતાબેન શર્માએ ગાળો ભાંડી હતી અને સાહિલને માર મારવા માટે પાછળ દોડી ધમકી આપી હતી. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh