Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા. દ્વારા રસ્તાઓના ખાડા પૂરવાના કામનો પ્રારંભ કરાયો

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા શહેરમાં જે રસ્તાઓના કામો ત્રણ વર્ષથી વધુ સમયના તથા ગેરંટી પિરિયડના પૂરા થઈ ગયા તે કામોમાં જે ખાડા હોય તેને રીપેરીંગ કરવા તથા જે રસ્તા ગેરેંટી પિરિયડમાં હોય તેને કોન્ટ્રાક્ટર દ્વારા રીપેરીંગ કરાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં નગરગેઈટ પાસે, શાદર સિનેમા રોડ, દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલ પાસે, માન સરોવર પાસે એસ.ટી. રોડ સહિતના રસ્તાઓ જ્યાં ત્રણ વર્ષ ઉપરનો સમય રસ્તાને થઈ ગયો હોય તથા ખાડા પડેલા હોય ત્યાં ડામરથી થીંગડા પેચવર્ક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ખંભાળીયા પાલિકા દ્વારા નવા બનાવાયેલા રોડમાં પાણીની લાઈનો તૂટતા પડેલા ખાડાઓનું રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh