Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી યથાવત્

ગઈરાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું

જામનગર તા. ૧૪: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૬.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરના આકાશમાં વાદળોના આંટાફેરા વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩૬.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન બીજા દિવસે પણ ૩૬ ડીગ્રીથી વધુ રહેતા બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો.

નગરમાં ગઈકાલે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળોના જમાવડા વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તેજીલા પવનના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૭૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh