Advertisement
Author: નોબત સમાચાર

પેટ્રોલપંપ પર હોર્ડિંગ પડતા મૃતાંક ૧૪ નો થયોઃ રેલવે અને ખાનગી કંપની સામે કેસ નોંધાયો

મુંબઈના ઘાટકોપરમાં

મુંબઈ તા. ૧૪: ગઈકાલે ભારે પવન સાથે વરસાદે મુંબઈમાં તબાહી મચાવી હતી, અને ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટનામાં મૃતાંક ૧૪ નો થયો છે. આ અંગે રેલવે તથા ખાનગી કંપની સામે કેસ નોંધાયો હોવાનું જાણવા મળે છે.

મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલપંપ પર હોર્ડિંગ પડતા મૃત્યુ પામેલ લોકોનો આંકડો ૧૪ પર પહોંચ્યો છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે લોકોને ચોંકાવી દીધા હતાં. વાસ્તવમાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલપંપ પર તોફાનને કારણે એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. તે દરમિયાન પેટ્રોલપંપ પર ૧પ૦ જેટલા લોકો ઊભા હતાં. તેમાંથી લગભગ ૧૦૦ લોકો હોર્ડિંગ નીચે દટાયા હતાં. નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ આવી પહોંચી હતી અને અકસ્માત અંગે ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગેડની સાથે એનડીઆરએફએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફએ લોકોને બહાર કાઢ્યા છે. તમામ ઘાયલોને નજીકની રાજાપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, વરસાદ વચ્ચે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામો કરવો પડ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, ૧૮ થી ર૦ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. ઘાયલોને રાજાપુર સ્થિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૪ લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર રેસ્ક્યુ વર્ક રૂમમાંથી નજર રાખી રહ્યાં હતાં. સીએમ શિંદેએ કહ્યું કે, ઘાટકોપર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ-પ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગુનેગારો સામે હત્યાનો કેસ નોંધવામાં આવશે. અમારી ટીમ ટૂંક સમયમાં અન્ય ફસાયેલા લોકોને બચાવશે.

બીએમસીએ અકસ્માતની ગંભીરતા બતાવતા કેસ નોંધ્યો છે, અને હોર્ડિંગ્સ લગાવનાર રેલવે અને ખાનગી કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય આપવાનું સરકારે જાહેર કરી હોવાનું જાણવા મળે છે.

ઘાટકોપરમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઉંડી સંવેદના વ્યક્ત કરૃં છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૃં છું અને રાહત અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh