Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ અને કોંગ્રેસ બન્નેના જીતના દાવા

જામનગર લોકસભા બેઠક

જામનગર તા. ૧૪: સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોની ભાજપ વિરોધી લડતના કારણે જામનગર લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ અને હોટસીટ બની રહી હતી.

મતદાન પૂર્ણ થયા પછી જામનગર લોકસભા બેઠક અંતર્ગત સમાવિષ્ટ સાતેય વિધાનસભા વિસ્તારના બુથ વાઈસ (ગામવાઈસ) મતદાનના સત્તાવાર આંકડા જાહેર થયા પછી ભાજપ અને કોંગ્રેસના નિષ્ણાતો ગણતરીના હાર-જીતના લેખાજોખા કરી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સામે લેઉવા પાટીદાર ઉમેદવાર અને ક્ષત્રિયોના ભાજપ વિરૂદ્ધ વલણ હોવા છતાં ભાજપની છાવણીના ગણત્રીબાજોએ પૂનમબેન માડમ દોઢ લાખ કે તેથી વધુ મતોની સરસાઈ સાથે આસાનીથી ત્રીજી ટર્મમાં પણ વિજેતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તો તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અને તેમની ટીમ દ્વારા મતદાનના આંકડાના અભ્યાસ પછી ફૂલ ફોર્મમાં હોવાનું જણાવાયું છે. કોંગ્રેસના નિષ્ણાત પંડિતોના જણાવ્યા પ્રમાણે આ વખતની ચૂંટણીમાં ર૦૦૪ જેવું જ પરિણામ આવશે. કોંગ્રેસના ઉમેદવાર પાંચથી ૧૦ હજારની લીડથી જીતી જશે તેવો દાવો તેમણે રજૂ કર્યો છે.

જ્યારે જામનગરના સટ્ટાબજારના કેટલાક ધૂરંધર ખેલાડીઓના મતે પૂનમબેનની હાર-જીતના કોઈ ભાવ છે જ નહીં માત્ર લીડના જ સોદા થવાની શક્યતા છે અર્થાત્ સટ્ટાબજારની ગણત્રી પ્રમાણે પણ ભાજપના પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

જો કે હાલ કોઈપણ પ્રકારના સોદા-વેપાર થતા નથી, માત્ર ચર્ચા જ ચાલે છે. ૪ થી જૂને પરિણામ આવનાર હોય, બજારમાં તા. ૧લી જૂન પછી ગરમી આવશે ત્યાં સુધી આવી ચર્ચા-દલીલો ચાલ્યા જ કરવાની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh