Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખનીજચોરી અટકાવવા પાઠવાઈ અરજીઃ
જામનગર તા. ૧૪: જામનગરના બેડ પાસે રસુલનગરમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજચોરી કરાતી હોવાની કલેક્ટર, પ્રાંત અધિકારી, એસપી, ભૂસ્તરશાસ્ત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ નજીકના રસુલનગરમાં સમાજ વાડી પાછળ સરકારી ખરાબાની જમીનમાંથી માટી-મોરમ કાઢી લઈ ખનીજચોરી કરાતી હોવાની રજૂઆત કરાઈ છે.
જામનગરના કલેક્ટર ભૂસ્તરશાસ્ત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તથા જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી તેમાં જણાવાયું છે કે, છેલ્લા એકાદ મહિનાથી રસુલનગરમાં આવેલી જમીનમાંથી ત્રણ જેસીબી વડે સતત ખોદકામ કરાઈ રહ્યું છે અને ડમ્પરમાં માટી-મોરમ ભરી તેને બહાર મોકલાવવામાં આવી રહ્યા છે. તાત્કાલિક પગલાં ભરી ખનીજ ચોરી અટકાવવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial