Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૦-મે થી તા. ૯ જુન સુધી
જામનગર તા. ૧૪: આઈ.ટી.આર. જામનગર સ્વસ્થ વૃત્ત વિભાગ દ્વારા બાળકોમાં યોગ બાબતે અભિરૂચિ કેળાવય તે માટે ૮ થી ૧૪ વર્ષના બાળકો માટે ર૧ દિવસની (બાળ યોગ શિબિર) નું આયોજન તા. ર૦-મે થી ૯-જૂન સુધી કરવામાં આવ્યું છે. આ શિબિરમાં બાળકોને આયુર્વેદ તથા યોગના નિષ્ણાત ચિકિત્સકો દ્વારા આહાર-વિહારની સમજ, દૈનિક સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદ અને યોગની ટીપ્સ યોગના વિવિધ અંગ યોગિક સુદ્ધિક્રિયા, ત્રાટક, આસન, પ્રાણાયામ વગેરેનું સામાન્ય જ્ઞાન તથા ઘરગથ્થુ ઔષધોની સમજણ આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઉત્સુકોએ તા. ૧૯-મે સુધીમાં માહિતી મેળવવા તેમજ નામ નોંધણી માટે ઈટ્રાના સ્વસ્થવૃત્ત વિભાગ શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડિંગમાં સવારે ૬ થી ૧ તથા બપોરે ૩ થી ૭ દરમિયાન રૂબરૂમાં સંપર્ક કરવો અથવા ફોન નં. ૯૮ર૪૩ ૩પપ૭ર સંસ્થાના નિયામક પ્રો-વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial