Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર પંથકમાંથી લગ્નની લાલચ આપી તરૂણીનું કરી લેવાયું અપહરણ

ખંભાળિયાના શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૪: કલ્યાણપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની પંદરેક વર્ષની પુત્રી રાત્રિના સમયે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયા પછી તેણીનું ખંભાળિયાના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની પોલીસમાં તરૂણીના વાલીએ ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની પંદર વર્ષ અને અગિયાર મહિનાની ઉંમરવાળી પુત્રી પોતાના ઘરેથી ગયા શનિવારે રાત્રે એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીમાં ભેદી સંજોગોમાં લાપત્તા બની ગઈ હતી.

સવારે તેની પરિવારને જાણ થયા પછી ઉચ્ચકશ્વાસે પરિવારજનોએ તરૂણીની શોધ કરી હતી. તે દરમિયાન ખંભાળિયાના સંજયનગરમાં રહેતો વિજય જીવાભાઈ હરિયાણી નામનો શખ્સ આ  તરૂણીને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હોવાની જાણ થતાં આ તરૂણીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh