Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉધારી ચૂકવવા આપ્યો હતો ચેકઃ
જામનગર તા. ૧૪: જામનગરની એક પેઢી પાસેથી અમરેલીના મહિલાએ ઉધારમાં ડિટર્જન્ટ તથા સાબુની ખરીદી કરી તેની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે મહિલા આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં બી.ડી. કોર્પોરેશન નામની પેઢી ચલાવતા ચેતનાબેન દિલેશભાઈ મહેતા પાસેથી અમરેલીના પૂજાબેન કાંતિલાલ સેલાણીએ ડિટર્જન્ટ પાવડર તથા સાબુની ખરીદી કરી તેની રકમ ચૂકવવા ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા ચેતનાબેને નોટીસ પાઠવ્યા પછી જામનગરની કોર્ટમાં રૂ. ૧૦૦૮૪૯ના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે અમરેલીના પૂજાબેન સેલાણીને છ મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ કર્યાે છે. દંડની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભગવાનજી રાઠોડ, જય રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial