Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર ન્યાયમૂર્તિની જામનગરમાં નિયુક્તિ કરાઈઃ
જામનગર તા. ૧૪: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના વિવિધ કેડરના ન્યાયમૂર્તિઓની બદલીનો હુકમ કર્યાે છે. જેમાં જામનગરના ચાર સેશન્સ જજની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને બે એડી. સિનિયર સિવિલ જજની પણ અન્યત્ર બદલી થઈ છે. ઉપરાંત જિલ્લામાં ત્રણ સેશન્સ જજ અને એક સિનિયર સિવિલ જજ મુકાયા છે.
તાજેતરમાં રાજ્યની વડી અદાલતે ન્યાયમૂર્તિઓની બદલીના કરેલા આદેશમાં જામનગરના એડી. ડિસ્ટ્રીક્ટ જજ એમ.આર. ચૌધરી, આરતી વ્યાસ, એ.એસ. વ્યાસ, એ.ડી. ભટ્ટની બદલીનો હુકમ આવ્યો છે. સિનિયર સિવીલ જજ વી.જે. ગઢવીની વડોદરા અને એમ.આર. પટેલની અમદાવાદ બદલી કરવામાં આવી છે.
ખંભાળિયાથી ન્યાયમૂર્તિ વી.પી. અગ્રવાલ, ડીસાથી આર.વી. માંડાણી, પોરબંદરથી માધવી ભટ્ટ જામનગર મુકાયા છે. સાતમા એડી. સિનિયર સિવિલ જજ તરીકે ભાવેશ દવે વડોદરાથી આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial