Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શંકરટેકરીમાં વર્લીનું બેટીંગ લેતો શખ્સ ઝબ્બેઃ અન્ય ચારના નામ ખૂલ્યા

એકીબેકી બોલી જુગાર રમતા બે ઝડપાયાઃ

જામનગર તા. ૨૯: જામનગરની શંકરટેકરીમાંથી ગઈરાત્રે એલસીબીએ એક શખ્સને વર્લીનું બેટીંગ લેતો પકડી પાડ્યો છે. તેના મોબાઈલમાંથી ત્રણ ગ્રાહક અને કપાત લેતાં શખ્સના સગડ મળ્યા છે. નાનકપુરી પાસે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા બે શખ્સને પોલીસે પકડી લીધા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ગઈરાત્રે એક શખ્સ વર્લીના આંકડા લખી રહ્યો હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહ, મયુર સિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ દોડી ગયેલી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે વર્લીના આંકડા લખી રહેલા સૈફઅલી હસન સેતા નામનો શખ્સ મળી આવ્યો હતો. એલસીબીએ રૃા.રર૩૦ રોકડા તથા તેનો મોબાઈલ અને રૃા.૪૦ હજારનું બાઈક મળી રૃા.૪૭,૨૩૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તેના મોબાઈલમાંથી વર્લીના આંકડા લખાવતા મહેન્દ્ર જાદવ, બશીર અવેશના નામ મળ્યા છે. સચાણાનો હાજી કકલ નામનો શખ્સ કપાત લેતો હોવાનું ખૂલ્યું છે. તમામ પાંચ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર નાનકપુરી પાસે પ્રોવિઝનની એક દુકાન નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર પર જુગાર રમી રહેલા ભાવેશ પ્રકાશભાઈ મુંગરા, પ્રકાશ સુગનાભાઈ ચાંદનાણી નામના બે શખ્સ મળી આવ્યા હતા. સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે બંને શખ્સની અટક કરી રૃા.૧૨, ૮૧૦ રોકડા ઝબ્બે લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh