Advertisement
Author: નોબત સમાચાર

પુરવણી બીલ રદ્દ કરવા તથા ભરેલી રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ

પાનેલીની પેઢીને અપાયું હતું પુરવણી બીલઃ

જામનગર તા. ર૯: કલ્યાણપુરના પાનેલી ગામમાં એક પેઢીને ૧૫ વર્ષ પહેલાં રૃા.૮ લાખ ઉપરાંતનું પુરવણી બીલ વીજ કંપનીએ આપ્યું હતું. પેઢીએ અડધી રકમ જમા કરાવી અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે તે રકમ પરત આપવા અને બીલ રદ્દ કરવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામમાં સ્વસ્તિક બિલ્ડર્સ નામની પેઢીમાં આપવામાં આવેલા વીજ જોડાણમાં લોડ સાઈડના કટઆઉટ સાથે કેબલ ચોટી જતાં ગ્રાહકે વીજ કંપનીને તેની જાણ કરી હતી.

તે પછી ગઈ તા.૨૬-૨-૦૯ના દિને મીટર ઉતારી લઈ વીજ કંપનીના અધિકારીએ ત્રણ સપ્તાહ પછી તેનું લેબ રોજકામ કર્યું હતું. જેમાં મીટર ધીમુ ફરતું હોવાનું જણાવી પેઢીને રૃા.૮ લાખ ઉપરાંતનું પુરવણી બીલ અપાયું હતું અને જોડાણ કાપી નખાયું હતું. તેથી કંપનીએ કોર્ટમાં દાવો કરી બીલની અડધી રકમ ભરી આપી હતી. ત્યારપછી દ્વારકા કોર્ટમાં તે દાવો ટ્રાન્સફર થયો હતો. જ્યાં બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે પુરવણી બીલ રદ્દ કરી કંપનીએ ભરપાઈ કરેલી રકમ પરત આપવા અને તમામ ખર્ચ પણ ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. કંપની તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh