Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ જૂને યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરાઈ હતીઃ
નવી દિલ્હી તા. ર૯: યુજીસી-એનઈટીની નવી તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષા ર૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવાશે. નીટ દ્વારા ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં એનસીઈટી ર૦ર૪, સંયુક્ત સીએસઆઈઆર-યુજીસી એનઈટી અને યુજીસી એનઈટી જૂન ર૦ર૪ નો સમાવેશ થાય છે.
એનઈટી એ યુજીસી એનઈટી પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. આ વખતે પરીક્ષા ર૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. વાસ્તવમાં આ મહિનાની ૧૮ તારીખે યોજાયેલી યુજીસી નેટ પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા પછી શિક્ષણ મંત્રાલય દ્વારા રદ્ કરવામાં આવી હતી. એનટીએ એ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોની સૂચના બહાર પાડી, જેમાં ત્રણ પરીક્ષાર્થિઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
આમા એનસીઈટી ર૦ર૪, સંયુક્ત સીએસઆઈઆર-યુજીસી એનઈટી અને યુજીસી એનઈટી જૂન ર૦ર૪ સાયકર્લની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને પરીક્ષા અંગે ગૃહમંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી કેટલાક ઈનપુટ મળ્યા હતાં. ૧૮ મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું.
આ પછી આ પરીક્ષા રદ્ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઈ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે. શિક્ષણ મંત્રાલયે ૧૮ જૂન ર૦ર૪ ના દેશના ઘણાં શહેરોમાં યુજીસી-એનઈટી જૂન ર૦ર૪ ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ બે શિફ્ટમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું. બીજા જ દિવસે ૧૯ જૂન, ર૦ર૪ ના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી પરીક્ષામાં ગેરરીતિઓ અંગેના ઈનપુટ મળ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, યુજીસી નેટ પરીક્ષા જૂન ર૦ર૪ દેશના ૩૧૭ શહેરોમાં ૧ર૦પ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં ૧૧,ર૧,રરપ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ૧૮ જૂનના લેવાયેલી એનઈટી પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બીજી શિફ્ટ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની હતી. એનઈટી એ એક જ દિવસમાં તમામ ૮૩ વિષયોની પરીક્ષા લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial